ગઢડા ખાતે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત 75 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજની દેશભક્તિના માહોલ સાથે ભવ્ય તિરંગા યાત્રા યોજાય
યુવા યુગ પરિવર્તન સંગઠન અને વિશ્વ હિન્દુ પરિષદના સહયોગથી ગઢડા ખાતે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત 75 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજની દેશભક્તિના માહોલ સાથે ભવ્ય તિરંગા યાત્રા યોજાય
સમગ્ર ભારત જ્યારે આઝાદી કા અમૃત મહોત્સવ એટલે કે આઝાદીની 75 મી વર્ષગાંઠની ઉજવણી જોરશોરથી કરવામાં આવી છે ત્યારે હર ઘર તિરંગા કાર્યક્રમ અનુસંધાને ગઢડા ખાતે યુવા યુગ પરિવર્તન સંગઠન અને વિશ્વ હિન્દુ પરિષદના સહયોગથી 75 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથે ભવ્ય તિરંગા યાત્રા યોજાવામાં આવી હતી.
જેમાં ગઢડા શહેરના ગોપીનાથજી દેવ મંદિરના પૂર્વ કોઠારી ઘનશ્યામ વલ્લભદાસજી સ્વામી, ગૌરક્ષક કમાન્ડો અધ્યક્ષ સંજય ભગત, પાર્ષદ રમેશ ભગત,બીએપીએસ મંદિરના કોઠારી અધ્યાત્મ સ્વરૂપ સ્વામી, ગોપીનાથજી દેવમંદીરના ચેરમેન હરજીવન સ્વામી તેમજ સુરેન્દ્રનગર પ્રભારી સુરેશભાઈ ગોધાણી, મધુસુદન ડેરીના ચેરમેન ભોળાભાઈ રબારી રથયાત્રા સમિતિના અધ્યક્ષ ચંદ્રકાન્ત લાઠીગરા તેમજ ગઢડા શહેરના રાજકીય પદાધિકારીઓ, નગર શ્રેષ્ટિઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓ તેમજ સેવાભાવી સંસ્થાઓ અને ગઢડા મતવિસ્તારના ધારાસભ્ય આત્મરામભાઈ પરમારની વિશેષ ઉપસ્થિત રહી હતી.
શહેરમાં ઠેર ઠેર તિરંગાયાત્રાને લોકોએ ઉષ્માભેર સ્વાગત કરી પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ તિરંગયાત્રામાં ભારતમાતા બનેલા બહેનો પણ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની ગયા હતા.
આ તિરંગાયાત્રાનાનું પ્રસ્થાન બસ સ્ટેન્ડ સ્વ.મોહનભાઇ મોતીચંદના પૂતળાને પુષ્પાંજલી અર્પણ કરી, ચાર રસ્તા મેઇન બજાર, બોટાદના ઝાપે જુના મંદિર નવા મંદિર વાઢાળા ચોક, જીન નાકા થઈ સરદાર વલ્લભભાઈ પટેલ ના પૂતળાને પુષ્પાંજલિ અર્પણ કરી આ તિરંગા યાત્રાને પૂર્ણ કરવામાં આવી હતી. આ તિરંગા યાત્રાને સફળ બનાવવા યુવા યુગ પરિવર્તન સંગઠનના યશરાજ લાઠીગરા, જીજ્ઞેશ કંડોલિયા તેમજ વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ અર્જુનભાઈ રાજ્યગુરુ, ચંદ્રકાંતભાઈ સોલંકી અને મુકેશભાઇ બોરીચા દ્વારા ખૂબ જહેમત ઉઠાવવામાં આવી હતી.