કોળી સમાજના દિગ્ગજ નેતા અને પૂર્વ BJP પ્રદેશ અઘ્યક્ષ કોગ્રેસ માં જોડાયા…
કોળી સમાજ ના દિગ્ગજ નેતા મનુભાઈ ચાવડા કોંગ્રેસ માં જોડાયા હજારો કાર્યકર્તા ની હાજરી માં જોડાયા અખિલ ભારતીય કોળી સમાજ ના રાષ્ટ્રીય નેતા અને ભાજપ ના પૂર્વ પ્રદેશ મંત્રી,ઠાકોર કોળી વિકાસ નિગમ ના પૂર્વ ઉપાધ્યક્ષ મનુ ચાવડા આજ વિધિવત રીતે તેમના ટેકેદારો સાથે પ્રદેશ કોંગ્રેસ કાર્યલય ખાતે રાજસ્થાન ના મુખ્યમંત્રી અશોક ગેહલોત,
ગુજરાત ના પ્રભારી રઘુ શર્મા, રામકિશન ઓઝા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, શક્તિ સિંહ ગોહિલ, કાર્યકારી પ્રમુખ ઋત્વિક મકવાણા, અંબરીષ ડેર સહિતના પ્રદેશ કોંગ્રેસ ની ઉપસ્થિતિ માં કોંગ્રેસ નો ખેસ ધારણ કર્યો હતો.
આજ જ્યારે નેતાઓ કોંગ્રેસ અને અન્ય પાર્ટી માંથી ભાજપ માં જોડાય છે ત્યારે ભાજપ ના પૂર્વ નેતા મનુ ચાવડા કોંગ્રેસ માં જોડાયા હતા. તેના કારણે વિધાનસભા ની ચુંટણીમાં કોંગ્રેસ ને કોળી વોટ બેંક પર ફાયદો થઈ શકે છે તેવો ૧૯૯૫ માં બોટાદ વિધાનસભા તત્કાલ ના મહેસૂલ મંત્રી દલસુખ ગોધાણી સામે અપક્ષ માં ચૂંટણી લડ્યા હતા.
અને ત્યારે એવો નોંધનીય મત લઈ આવ્યા હતા ત્યાર બાદ તેવો ભાજપ માં જોડાયા હતા અને ભાજપ માં પ્રદેશ મંત્રી, દક્ષિણ ગુજરાત ના પ્રભારી અને સરકાર ના નિગમ ના ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. તેવો નિગમ ના ઉપાધ્યક્ષ હતા ત્યારે નિગમ માંથી પગાર કે અન્ય કોઈ ભથ્થા લેતા નહીં અને કોળી સમાજ માં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માં વર્ચવસ્વ ધરાવે છે. તેના કારણે કોંગ્રેસ ને ફાયદો થઈ શકે છે.