તારીખ 02/12/2022 ના રોજ સર્વ માનવ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ-બોરડા દ્વારા શ્રી મોખબાઈ માતાજી ના પ્રથમ પાટોત્સવ નિમિત્તે….
સર્વ માનવ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ-બોરડા દ્વારા શ્રી મોખબાઈ માતાજી ના પ્રથમ પાટોત્સવ નિમિત્તે તલ્લી ગામમાં મોખબાઈ માતાજી ના સાનિધ્યમાં તારીખ ૦૨/૧૨/૨૦૨૨ અને શુક્રવાર ના રોજ મહારક્ત દાન કેમ્પ અને સર્વ રોગ નિદાન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પ માં ડો.યશવંતભાઈ ઢાપા અને એમના ડો,સાથી મિત્રો,લાઈફ કેર લેબોરેટરી દ્વારા સેવા આપવામાં આવી હતી.તેમજ મહારકત દાન કેમ્પ માં નવકાર ચેરીટેબલ ટ્રસ્ટ-મહુવા (નવકાર બ્લડ બેંક -મહુવા)દ્વારા સેવા આપવામાં આવી હતી.
આ કેમ્પ માં તલ્લી ગામના સરપંચ શ્રી જીવનભાઈ વાંશિયા, વાંશિયા પરિવાર અને તલ્લી ગામના આગેવાન શ્રી નારણભાઈ વાંશિયા અને નવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન-ભાવનગર તળાજા તાલુકા પ્રમુખ શ્રી રામકૃષ્ણ એસ.વાંશિયા,વાંશિયા પરિવાર અને સમસ્ત તલ્લી ગામનો ખૂબ સાથ સહકાર મળ્યો તે બદલ સર્વ માનવ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી
શ્રી ડો.લાલજીભાઈ એમ.વાંશિયા એ ખૂબજ હર્ષની લાગણી અનુભવીને સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.અને અંતમાં સૌને એક સંદેશો પણ આપ્યો સર્વ માનવ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ ને સાથ અને સહકાર આપો જેથી કરીને જરુરિયાતમંદ વ્યકિતને મદદ મળી શકે.