સગાય પછી ખજુરભાઈ નીકળ્યા તેની પત્ની સાથે ફરવા, સ્ટારબક્સમાં કોફીનો આનંદ માણતું જોવા મળ્યું ન્યુ કપલ…જુવો સુંદર તસ્વીર
હજારો ગુજરાતીઓ માટે ભગવાન બની ગયેલા નીતિન જાનીને આજે કોઈ ઓળખાણની જરૂર નથી, તેમણે ભલે પોતાની શરૂઆત જિગલી ખજૂર નામના કોમેડી વીડિયો દ્વારા કરી હોય, પરંતુ આજે તે પોતાના સેવાકીય કામોના કારણે આખા ગુજરાતમાં એક આગવું નામ બની ગયા છે. ત્યારે ખજુરભાઈના ચાહકો પણ તેમના કામ જોઈને તેમની પ્રસંશા કરતા થાકતા નથી.
ત્યારે થોડા દિવસ પહેલા જ ખબર આવી હતી કે ખજુરભાઈ સગાઈના બંધનમાં બંધાઈ ગયા છે. તેમની સગાઈની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી અને જેમાં કપલ ખુશ ખુશાલ જોવા મળી રહ્યું હતું. તેમની સગાઈમાં તેમની સમગ્ર ટીમ પણ ઉપસ્થિત રહી હતી અને સગાઈની ઘણી તસવીરો તેમની ટીમ દ્વારા પણ પોસ્ટ કરવામાં આવી હતી.
ત્યારે નીતિનભાઈની સગાઈ બાદ ચાહકો હજુ પણ તેમને શુભકામનાઓ આપી રહ્યા છે. ખજુરભાઈની સગાઇ મિનાક્ષી દવે સાથે બારડોલી ખાતે 8 નવેમ્બરેના રોજ થઇ હતી. મિનાક્ષી દવે સિંગિંગમાં રસ ધરાવે છે. તેમણે તેમના ગાયેલા 2-3 કેરેઓકે ટ્રેક પણ પોસ્ટ કર્યાં છે. ખજૂરભાઈએ પોતાની સગાઈનો ફોટો શેર કરીને ચાહકોને ખુશ કરી દીધા હતા.
ત્યારે હાલ ખજુરભાઈના થવાવાળા ધર્મપત્ની મીનાક્ષી દવેએ તેના સોશિયલ મીડિયામાં કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે ખજુરભાઈ સાથે જોવા મળી રહી છે. સગાઈ બાદ તેમની આ પહેલી તસવીરો છે જેમાં આ કપલ સ્ટારબક્સમાં કોફીનો આનંદ માણતા જોવા મળી રહ્યા છે. ખજુરભાઈના ચાહકો પણ આ તસવીરોને ખુબ જ પસંદ કરી રહ્યા છે..
સામે આવેલી તસવીરોમાં નીતિન જાની અને મીનાક્ષી દવે બંને ખુબ જ ખુશ જોવા મળી રહ્યા છે. તેમના ચહેરા પર પણ ખુશી રમતી દેખાઈ રહી છે. એક તસવીરમાં નીતિન જાની કોફીનો કપ હાથમાં લઈને સ્ટ્રોની મદદથી ફની અંદાજમાં પીતા જોવા મળે છે તો બાજુમાં મીનાક્ષી ખડખડાટ હસતી જોવા મળી રહી છે.
મીનાક્ષી દવેએ ખજુરભાઈ સાથેની ઘણી બધી તસવીરો શેર કરી છે. જેમાં આ કપલ અલગ અલગ પોઝ આપતું પણ જોવા મળી રહ્યું છે. હવે ચાહકો પણ આ તસવીરો પર પોતાનો પ્રેમ લૂંટાવવા તૂટી પડ્યા છે અને કોમેન્ટ કરીને આ કપલની પ્રસંશા પણ કરતા જોવા મળી રહ્યા છે. ઘણા લોકોએ કોમેન્ટ કરીને આ કપલના વખાણ કર્યા છે.
આ તસવીરો ઉપરાંત એક ચાહકે નીતિન જાની અને મીનાક્ષી દવેનું એક ખુબ જ સુંદર પેઇન્ટિંગ પણ બનાવ્યું છે. જેમાં મીનાક્ષી અને ખજુરભાઈ બંનેના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે અને નીતિનભાઈના ખભા પર માથું ઢાળીને મીનાક્ષી હસતી જોવા મળે છે. આ પેઇન્ટિંગને આર્ટિસ્ટ મહેશ રાજપૂતે બનાવ્યું છે. જે લોકોને ખુબ જ પસંદ આવી રહ્યું છે.
તૌકતે વાવાઝોડા સમયથી શરૂ થયેલી નીતિન જાનીની મદદની પહેલ આજે પણ અવિરત ચાલી રહી છે. થોડા સમય પહેલા જ તે પોતાની ટીમ સાથે દુબઈના પ્રવાસે ગયા હતા. જ્યાં તેમની સાથે 200 ઘર બનાવવામાં મદદ કરનારા કડિયા અને કારીગરો પણ હતા. જ્યાં 5 દિવસ સુધી તેમને ભરપૂર મોજ કરી અને વીડિયો બનાવીને તેમના ચાહકો સાથે પણ શેર કર્યા.
જીગલી ખજૂર તરીકે પ્રખ્યાત એવા નીતિન જાની અને તેમના ભાઈ તરુણ જાનીએ અસહાય લોકોની મદદ કરવા માટેની ઝૂંબેશ ઉપાડી. કોરોનામાં ઘણા લોકોની રોજી રોટી છીનવાઇ ગઇ હતી અને ઘણા લોકોના ઘર વાવાઝોડામાં પડી ગયા હતા, તેમની મદદ માટે ખજૂરભાઈ સામે આવ્યા છે. લોકોની નિઃસ્વાર્થ મદદ અને સખત મહેનતના કારણે આજે નીતિન જાની ગુજરાતમાં ખૂબ મોટુ નામ બની ગયા છે.
નીતિન જાનીએ ઘણા બધા લોકોને રહેવા માટે પાક્કા મકાન પણ બનાવી આપ્યા છે. નીતિન જાનીના કરિયરની વાત કરીએ તો, તેમણે પોતાના કરિયરની શરૂઆત કોમેડી વીડિયો દ્વારા કરી હતી. તેઓ સોશિયલ મીડિયામાં પોતાના કોમેડી વીડિયો પોસ્ટ કરી અને ગુજરાતીઓને પેટ પકડીને હસાવ્યા હતા.
થોડા સમય પહેલા જ નીતિન જાનીએ બે અનાથ બાળકો જેમના માતા પિતા કેટલાય વર્ષો પહેલા જ ગુજરી ગયા હતા તેમના માટે એક સરસ ઘર બનાવ્યું,ઘરની અંદર જીવન જરૂરિયાતની તમામ સુવિધાઓ વસાવી આપી અને તેના કારણે જ લોકોએ ખજુરભાઈને વંદન કર્યા હતા, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ખજુરભાઈનો આ વીડિયો જોઈને બંને બાળકોની મુલાકાત પણ કરી હતી