શું તમે જાણો છો કે આટલી ઉમર હોવા છતા પણ આટવી ફિટ છે નીતા અંબાણી, જાતેજ પોતાની ફિટનેસ ના રહસ્ય ઉપર થી ઉઠાવ્યો પડદો…
તમે જોયું હશે કે ઘણા સિતારાઓ તો ૪૦ વર્ષની ઉંમર બાદ પણ બ્યુટીફુલ અથવા હેન્ડસમ દેખાય છે. વળી અમુક સિતારાઓની વેઇટ લોસ જર્ની પણ બધાને આશ્ચર્યચકિત કરી દેતી હોય છે. તોઆપણે વાત કરીએ નીતા અંબાણીની ૫૭ વર્ષની ઉંમરમાં પણ તેઓ ખૂબ જ ફીટ દેખાય છે.
નીતા અંબાણી પોતાને ફિટ રાખવા માટે પોતાની ડાયટ અને લાઈફ સ્ટાઈલમાં જ ચેન્જ કર્યું. તેમણે જંક અને ઓઈલી ફૂડનો ત્યાગ કરીને ફળ, શાકભાજી અને નટ્સ ખાવાનું સ્ટાર્ટ કરી દીધું. તેઓ દરરોજ એક્સરસાઇઝ પણ કરે છે.
તેમાં તેઓ યોગ, સ્વિમિંગ અને જીમ વર્કઆઉટ પણ શામેલ છે. તેઓ દરરોજ સવારે ૪૦ મિનિટ એક્સરસાઇઝ, યોગ અને સ્વિમિંગ કરીને પોતાની ફેટ બર્ન અને કેલોરી ઓછી કરે છે. વળી સાંજના સમયે તેઓ ૩૦ મિનિટ સુધી એક્સરસાઈઝ અને યોગ કરવાનું પસંદ કરે છે.
નીતા અંબાણીને રનીંગ કરવું ખૂબ જ પસંદ છે. ફિટનેસ એક્સપર્ટનું પણ એવું જ કહેવું છે કે વજન ઓછું કરવા માટે ડાયટ અને રનિંગ એક્સરસાઇઝ બેસ્ટ હોય છે. સવારે ઊઠીને નીતા સૌથી પહેલા બદામ અને અખરોટ થાય છે. પછી નાસ્તામાં તેઓ એગ વ્હાઇટ આમલેટ લેવાનું પસંદ કરે છે. દિવસમાં તેઓ ફક્ત હેલ્ધી ચીજોનું સેવન કરે છે. આ ચીજોમાં કાર્બોહાઈડ્રેટ ખૂબ જ ઓછું રહે છે.
લંચમાં તેઓ વધારે લીલા શાકભાજી અને સુપ લે છે. સાંજે ૪:૩૦ વાગ્યા આસપાસ તેઓ પનીર અથવા પ્રોટીન રીચ સ્નેક્સ ખાય છે. વળી ડિનરમાં તેઓ લીલા શાકભાજી, સુપ અને સ્પ્રાઉટનું સેવન કરે છે.
આ બધા સિવાય બીટ દ્વારા પણ નીતા અંબાણીએ પોતાના વજનને ઓછું કરવામાં ખૂબ જ મદદ મળી છે. તેઓ દરરોજ ૧ થી ૨ ગ્લાસ બીટનો જ્યૂસ પીવે છે. જણાવી દઈએ કે બીટનો જ્યુસ બોડીને ડિટોક્સ અને પેટ સાફ કરવાનું કાર્ય કરે છે. તેમાં ચરબી અને કેલરી ખૂબ જ ઓછી હોય છે. તે ઘણા ન્યુટ્રીએન્ટસ થી ભરપૂર હોય છે.
બીટનાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ ફેટ જમા થવાથી અટકાવે છે. તે શરીરમાં એવા મિનરલ્સને પહોંચાડે છે, જે હેલ્ધી જીવન પ્રમોટ કરે છે. તેનાથી વજન ઓછું કરવાની સાથે સાથે બ્લડ પ્રેશર લેવલ પણ ઓછું રહે છે.
નીતા અંબાણીએ ક્લાસિકલ ડાન્સમાં પણ નિપુણતા પ્રાપ્ત કરી છે. તેવામાં તેમની તેની પ્રેક્ટિસ કરીને પોતાનું વજન ઓછું કરે છે. તેઓ આજે પણ તેને પોતાના રોજિંદા રૂટિનમાં સામેલ કરે છે. હકીકતમાં ડાન્સ તમને ધીરજ અને સંતુલન વધારીને તણાવ મુક્ત રહેવામાં મદદ કરે છે. તેનાથી તમારી બોડી શેપમાં રહે છે.