અમરેલી ના શિક્ષણ જગત ના મોટા સમાચાર અમરેલી વિદ્યાસભાના કેમ્પસ ડાયરેક્ટર હસમુખ પટેલ નું “ના” ! રાજીનામું ??
અમરેલી વિદ્યાસભા કેમ્પસ ના ડાયરેકટર હસમુખ પટેલ ના રાજીનામાની ચર્ચા યે જોર પકડ્યું છે. ઉલેખનીય છે કે હસમુખ પટેલ ના રાજીનામા ની ચર્ચા એકાદ વર્ષ થી ચાલી રહી હતી પરંતુ બે દિવસ પેલા તારીખ 15/5/23 ના વિદ્યાસભા ના મંત્રી ની સહી વાળો એક કાગળ વાયરલ થયો જેમાં જણાવ્યા મુજબ નજીક ના સમય માં હસમુખ પટેલ વિદ્યાસભા છોડી રહ્યા છે.
લાંબા સમય થી અમરેલીમાં વસંત ભાઈ ગજેરા ના નજીક ગણાતા બે વહીવટ કરતા ટ્રસ્ટી મનસુખ ભાઈ અને ચતુર ભાઈ હતા. જેમાં ત્રીજા વ્યક્તિ તરીકે હસમુખ પટેલ નો ઉમેરો થયેલ સિવિલ હોસ્પિટલ ગજેરા ટ્રસ્ટ માં લીધા પછી ચોથી વ્યક્તિ તરીકે પીન્ટુ ધાનાણી નો સમાવેશ થયો. સિવિલ હોસ્પિટલ મેનેજમેન્ટ લીધા પછી લોકો માં એવી ચર્ચા ચાલી હતી કે વસંત ભાઈએ નવી પેઢી તૈયાર કરી. અને પીન્ટુ ધાનાણી અને હસમુખ પટેલ ની નવી જોડી હવે વસંત ભાઈ ની અમરેલી માં સેકંડ કેડર માનવામાં આવે છે.
પણ અચાનક પીન્ટુ ભાઈ ધાનાણી એ સિવિલ હોસ્પિટલ માંથી રાજીનામું આપતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું.એવા માં વિદ્યાસભા ના સફળ સુકાની અને જેણે વિદ્યાસભા ને જીરો માંથી હીરો બનાવી સમગ્ર કેમ્પસ ને એક છત્ર માં લાવવાનું કામ કરનાર કેમ્પસ ડિરેક્ટર હસમુખ પટેલ ના રાજીનામા ની ચર્ચાએ જોર પકડ્યું છે. હસમુખ પટેલ ને જોકે ઘણા લાંબા સમય થી વસંત ભાઇ નાં રાઈટ હેન્ડ ગણાતા મનસુખ ભાઈ ધાનાણી સાથે અણબનાવ તો હતો એના લીધે પણ હસમુખ પટેલે વિદ્યાસભા છોડી દેવાનો નિર્ણય લીધો હોવાની એક વાત સામે આવે છે. ખૂબ લાંબા સમય થી વિદ્યાસભા ના સુચારુ અને નિષ્કલંક વહીવટ કરતા તરીકેની હસમુખ પટેલ ની છબી અને પ્રતિભાથી બધા વાકેફ છે. પરંતુ સંસ્થા ઓમાં આંતરિક ખેંચતાણ હોઈ એ બહાર સુધી આવતી નથી.
હસમુખ પટેલ ની બહુમુખી પ્રતિભા અને એક નવી પેઢીના ઉગતા કેળવણીકાર તરીકે ની છાપ ના કારણે શિક્ષણ જગત માએક અલગ પ્રતિષ્ઠા મેળવી હતી. હસમુખ પટેલ ને પૂછતા તેઓ જણાવે છે કે “હું રાજીખુશથી સંસ્થા મૂકી રહ્યો છું.પણ સવાલ એ છે કે જેઓ અમરેલી જિલ્લા શાળા સંચાલક મંડળ ના પ્રમુખ પદે રહી એનેક નાની મોટી શાળા સંચાલકોના પ્રશ્નો નું સુયોગ્ય સમાધાન કરી રાજ્ય શાળા સંચાલક મંડળ માં પણ પોતાની પ્રતિભાનું પ્રતિબિંબ પાડવામાં સફળ બન્યા હોય અને આમ અચાનક વિદ્યાસભા જેવી વિશાળ સંસ્થા નું સુકાન છોડી દેવામાં રાજીખુશ હોઈ શકે ? હાલ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અને અનેક સવાલો ના જવાબ મેળવવા હજી બાકી છે પણ એટલું સામે આવી રહ્યું છે કે વસંત ભાઇ ગજેરા જેવા વ્યક્તિના હાથ માંથી એક પછી એક સફળ મેનેજમે્ટ કરતા લોકો ખસી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે વસંત ગજેરા જેલ માં ગયા ત્યારે હસમુખ પટેલે પોઝિટિવ મીડિયા મેનેજમન્ટ કરી વસંત ભાઈ ગજેરા ની આબરૂ બચાવા પ્રયાસો કરેલા. સિવિલ હોસ્પિટલમાં કોરોના મહામારી માં મેનેજમેન્ટ સાથે સતત 24 કલાક ઊભા રહી હોસ્પિટલ તંત્રના હનુમાન બનવાનું કામ કરેલું.. વિદ્યાસભા જેવી વિશાળ સંસ્થા મેનેમેન્ટ કરી અમરેલી ને વેલ ડેવલપ ગ્રીન કેમ્પસ ની ભેટ આપવાના વસંત ભાઈ ગજેરા ના ભગીરથ કાર્ય નો યસ હસમુખ પટેલ ના ફાળે જાય છે એમાં સંદેહ નથી..
હસમુખ પટેલ નું રાજીનામું કે નારાજીનામુ ? હાલતો આ પ્રશ્ન ચર્ચા નો વિષય છે..