BhavnagarBreakingGujarat

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ ની જોરદાર કામગીરી ચોરીનાં મોબાઇલ ફોન સાથે એક ઇસમને ઝડપી ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ

Spread the love

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી કે.એસ.પટેલ, પો.સબ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, શ્રી પી.બી. જેબલીયા, એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ કર્મચારીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.

તા.૦૧/૧૧/૨૦૨૩ના રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે, લાલ કલરનું ટી શર્ટ તથા કાળા કલરનું જીન્સ પેન્ટ પહેરેલ એક માણસ બોરડી ગેટ પોલીસ ચોકી પાછળ જાહેર રોડ પાસે ઉભેલ છે. જે આવતાં-જતાં માણસોને મોબાઇલ બતાવી વેચાણ કરવા માટે પુછપરછ કરે છે. જે મોબાઇલ ફોન તેણે કયાંકથી ચોરી કરેલ હોવાની શંકા છે. જે બાતમીવાળી જગ્યાએ આવતાં નીચે મુજબના માણસ પાસેથી નીચે મુજબનાં વર્ણનવાળો મોબાઇલ મળી આવેલ.જે મોબાઇલ ફોન તેણ ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતું હોય.જે મોબાઇલ ફોન કિ.રૂ.૧૦,૦૦૦/- ગણી તપાસ અર્થે કબ્જે કરેલ. આ મોબાાઇલ ફોન વિશે પુછપરછ કરતાં આજથી આશરે બે-ત્રણ મહિના પહેલાં બે અજાણ્યા માણસો તેના ઘર પાસે આવીને મોબાઇલ વેચાતો આપી ગયેલ હોવાનું અને હાલ રૂપિયાની જરૂરીયાત હોવાથી પોતે ફોન વેચાણ કરવા માટે ઉભો હોવાનું જણાવેલ.જે અંગે કાયદેસર કાર્યવાહી કરી ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.

પકડાયેલ ઇસમઃ-આનંદકુમાર બાબુલાલ વાઘ ઉ.વ.૩૪ ધંધો-ડ્રાયવીંગ રહે.પ્લોટ નંબર-૨૪૧/એ,ઘંટી વાળો ખાંચો,વણકરવાસ,ઉત્તર કૃષ્ણનગર,ભાવનગર
કબ્જે કરેલ મુદ્દામાલઃ-જાંબલી કલરનો વીવો કંપનીનો VIVO 1917 IMEI નંબર-868860041197912/86886 0041197904વાળો મોબાઇલ ફોન કિ.રૂ.૧૦,૦૦૦/-
શોધી કાઢેલ ગુન્હોઃ- ઘોઘા રોડ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૮૦૦૬૨૩૦૪૪૪/૨૦૨૩ ઇ.પી.કો. કલમઃ-૩૭૯ મુજબ
આ સમગ્ર કામગીરમાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ, પો.સબ ઇન્સ.શ્રી. બી.એચ.શીંગરખીયા, શ્રી પી.બી.જેબલીયા તથા સ્ટાફનાં સાગરભાઇ જોગદીયા,ઘનશ્યામભાઇ ગોહિલ,મહેન્દ્દભાઇ ચૌહાણ,વિઠ્ઠલભાઇ બારૈયા, સંજયભાઇ ચુડાસમા વગેરે સ્ટાફ ના માણસો જોડાયેલ હતા.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *