ચોરીના મોબાઇલ ફોન સાથે એક ઇસમને ઝડપી મોબાઇલ ફોન ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ.
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ. શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, શ્રી પી.બી. જેબલીયા, એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.
તા.૧૮/૧૧/૨૦૨૩ના રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસ સબબ પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન અલગ-અલગ ડિઝાઇનવાળો વાદળી કલરનો શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ એક માણસ શિવાજી સર્કલ,સુભાષનગર તરફ જતાં રોડ પાસે ઉભેલ છે.જે આવતાં-જતાં માણસોને મોબાઇલ બતાવી વેચાણ કરવા માટે પુછપરછ કરે છે.જે મોબાઇલ ફોન તેણે કયાંકથી ચોરી કરેલ હોવાની શંકા અંગેની માહિતી મળતાં બાતમીવાળી જગ્યાએથી નીચે મુજબનાં માણસ નીચે મુજબનાં મોબાઇલ ફોન સાથે હાજર મળી આવેલ.જે મોબાઇલ ફોન તેણે ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતું હોય. જે મોબાઇલ ફોન કિ.રૂ.૧૫,૦૦૦/- ગણી તપાસ અર્થે કબ્જે કરેલ. આ મોબાઇલ ફોન વિશે પુછપરછ કરતાં તેણે આ મોબાઇલ ફોન આજથી આશરે બે અઢી મહિના પહેલાં શિવાજીસર્કલમાં આવેલ શાક માર્કેટના ખુણા પાસેથી સાંજના સાત-સાડા-સાત વાગ્યાની આસપાસ રોડ ઉપરથી પડેલ મળેલ હતો. જે મોબાઇલ લઇને બંધ કરી તેમાં રહેલ સીમ કાર્ડ કાઢીને નાંખી દીધેલ હોવાનું જણાવેલ.જે અંગે કાયદેસર કાર્યવાહી કરી ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.
પકડાયેલ ઇસમઃ- જીતુભાઇ મનુભાઇ કુકડેજા ઉ.વ.૨૩ રહે.રામ ઝેરોક્ષની દુકાનની ઉપરના માળે, સુભાષનગર શહેર ફરતી સડક,ભાવનગર
કબ્જે કરેલ મુદ્દામાલઃ- વીવો કંપનીનો VIVO T1 તથા IMEI નંબર-862659064219793/862659064219785 વાળો મોબાઇલ ફોન કિ.રૂ.૧૫,૦૦૦/-
શોધી કાઢેલ ગુન્હોઃ- ઘોઘા રોડ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૮૦૦૬૨૩૧૯૧૪/૨૦૨૩ ઇ.પી.કો. કલમઃ-૩૭૯ મુજબ
આ સમગ્ર કામગીરી માં પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ. શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા, તથા સ્ટાફનાં સાગરભાઇ જોગદિયા, મહેન્દ્દભાઇ ચૌહાણ, ઘનશ્યામભાઇ ગોહિલ, વિઠ્ઠલભાઇ બારૈયા, સંજયભાઇ ચુડાસમા, પ્રજ્ઞેશભાઇ પંડયા વગેરે સ્ટાફ ના માણસો જોડાયાં હતાં .