તળાજા તાલુકાના ઊંચડી ગામના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થી કિશોરભાઈ ગોહિલનો લાગણીશીલ પ્રતિભાવ
હાલમાં સમગ્ર રાજ્યમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિવિધ 17 જેટલી જન કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચતી કરવા તથા છેવાડાના ગામોને સો ટકા સુધી યોજનાઓનો લાભ છેવાડાના ગામો સુધી પહોચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે.
જે અંતર્ગત આજરોજ તળાજા તાલુકાનાં ઊંચડી ગામે આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરાયું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના નાં લાભાર્થી શ્રી કિશોર લક્ષ્મણભાઈ ગોહિલ એ પોતાના લાગણીશીલ પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું કે, સરકારશ્રી દ્વારા નિયમિત અને સમયસર યોગ્ય જથ્થામાં અમોને મળતું તમામ અનાજ સારી ગુણવત્તા વાળું ઉપલબ્ધ કરાવે છે.આવી સુવ્યવસ્થિત કામગીરી કરનારા તમામ વ્યવસ્થાપકો, વહીવટી તંત્ર અને સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ: પંકજ ડાભી ભાવનગર