ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા વાઈબ્રન્ટ ભાવનગર વિઝન ૨૦૩૦ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઅલ એક્સ્પોમાં ભાવેણા મિલ્ક નો સ્ટોલ છવાયો.
ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટ અને સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા વાઈબ્રન્ટ ભાવનગર વિઝન ૨૦૩૦ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઅલ એક્સ્પોનો આરંભ થયો.ભાવનગરના ઉદ્યોગકારોને પોતાના બિઝનેસના વિસ્તાર માટે તથા ભાવનગરના નવા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન મળે તેવા ઉદ્દેશ્યથી આયોજીત ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઅલ એક્સ્પો એક મંચ સમાન બનવા જઇ રહ્યું છે.
આ એક્સપો માં ભાવેણા મિલ્ક સ્ટોલ નં- G 6 ખાતે લોકોની ભારે ભીડ અને ઉત્સુકતા જોવા મળી.ભાવનગર ના દેવુબાગ તેમજ શીવાજી સર્કલ પર આવેલ ગામડાના શુદ્ધ દેશી દૂધ,ઘી,માખણ,છાશ,દહી,વેચાણ કરતાં ભાવેણા મિલ્ક સ્ટોલ ધારક દ્વારા કરવામાં આવેલ આ સ્ટોલ પર ખુબજ ભારે ભીડ જોવા મળી રહી છે.
ભાવેણા મિલ્ક ના ઓનર દ્વારા લોકોને ગામડાના શુદ્ધ,સાત્વિક અને તાજું દૂધ,ઘી,માખણ ,લસ્સી,છાશ વગેરે પ્રોડ્કટસ ખુબજ સારી ગુણવતા રૂપે પૂરી પાડવાની ખાતરી આપે છે.જેનાથી આકર્ષિત થઈ ને આ એક્સપોના બીજા દિવસે પણ ભાવનગર મિલ્ક ના આ સ્ટોલ પર ભારે ભીડ જોવા મળી છે. અને લોકો વધુ સંખ્યામાં ખરીદી કરી રહ્યા છે.
મહત્વની બાબત એ છે કે ચાર દિવસ ચાલનારા આ એક્સ્પોમાં ભાવનગરના ઉદ્યોગકારોને પોતાનો બિઝનેસ વિસ્તારવા અને નવા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન મળે તેવા હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.તેમજ અલગ અલગ ભાવનગરના નવા સ્ટાર્ટઅપના ૧૦ સ્ટોલ લાગ્યા છે.
વાઈબ્રન્ટ ભાવનગર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઅલ એક્સપોમાં ભાવનગરના જુદાં-જુદાં ઉદ્યોગો જેવા કે બિલ્ડર,બિલ્ડિંગ મટિરિયલ,બેંક,પ્લાસ્ટીક ઉદ્યોગ,ઓટોમોબાઈલ,ઈલેક્ટ્રોનિક્સ કુલ ૨૨૫ સ્ટોલ લગાવાયા છે.મહત્વની વાત એ છે કે સ્ટાર્ટ માટેના સ્ટોલનું કોઈ ભાડું નથી લેવાયું.