India

મેક્સિકો ના આ મેયરે એક મગર સાથે લગ્ન કર્યા ! કારણ જાણી ને લાગશો આંચકો…જુઓ વિડીયો.

Spread the love

સોશિયલ મીડિયા પર રોજ અવનવા વિડીયો વાયરલ થતા હોય છે. હાલમાં જે વિડીયો વાયરલ થઇ રહ્યો છે. તે વિડીયો એક લગ્ન નો છે. પરંતુ તેમાં એક યુવકે યયુવતી સાથે નહિ પરંતુ એક મગર સાથે લગ્ન કર્યા છે. મેક્સિકો ના એક મેયરે એક મગર સાથે લગ્ન કર્યા છે. આ સાંભળી ને લોકો પણ અચંબિત રહી ગયા છે. આ લગ્ન નો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

જાણવા મળ્યું કે, મેક્સિકો ના એક મેયરે મગર સાથે લગ્ન કર્યા. જેમાં લગ્ન માં વરરાજા ના પરિવાર ના બધા સભ્યો હાજર રહ્યા હતા. અને બધી વિધિ ધૂમધામ પૂર્વક કરવામાં આવી હતી. આ લગ્ન પાછળ નું કારણ જાણવા મળ્યું કે, આ એક પર્યાવરણ અને મનુષ્યો સાથે સંબંધ વિષે જણાવે છે. મેક્સિકો માં મગર સાથે લગ્ન કરવા એક જૂની પરમ્પરા છે. આમ કરવાથી શહેર માં ખરાબ નથી થતું. અને વસ્તીવાળું શહેર રહે છે. જુઓ વિડીયો.

આ સિવાય એવી પણ માન્યતા છે કે, આમ કરવાથી ભગવાન પાસે જે માંગો તે મળે છે. અને ક્યારેક લોકો વરસાદ અને માછલીઓ મેળવવા પણ આવી રીતે લગ્ન નું આયોજન કરે છે. આ લગ્ન માં સ્થાનિક નેતાઓ મગર સાથે લગ્ન કરે છે. જેમાં મગર નું પહેલું નામ રાખવામાં આવે છે. ત્યારબાદ લગ્ન ની તારીખ નક્કી કરવામાં આવે છે. અને ત્યારબાદ બધા ને આમંત્રણ આપવામાં આવે છે.

 

લગ્ન માં મોટી સંખ્યામાં લોકો હાજરી આપે છે. જેમાં મગર ને સુંદર રીતે કપડાં પહેરાવવા માં આવે છે. અને ત્યારબાદ બધી વિધિ ધામધૂમ પૂર્વક કરવામાં આવે છે. આ સમયે મગર નું મોં બાંધી દેવામાં આવે છે. જેથી તે અન્ય ને નુકશાન ના પહોંચાડે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. લોકો આ વિડીયો જોઈ ને આશ્ચર્ય પામી ઉઠે છે.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *