ભલભલા ગોલ્ડન મેન આ વ્યક્તિ પાસે લાગે છે પાણીકમ ! રોજ સોનુ પહેરવામાં જ થઇ જાય છે એક કલાક, 100-200 ગ્રામ નહીં પણ કુલ આટલું….જુઓ તસ્વીર
કયો એવો વ્યક્તિ હશે જેને સોના સાથે પ્રેમ નહીં હોય, દરેક લોકોને સોના સાથે ખુબ વધારે પ્રેમ હોય છે કારણ કે તેનું મૂલ્ય તો વધારે હોય જ છે પણ તેની સાથો સાથ તે ખુબ મૂલ્યવાન માનવામાં આવે છે, આથી જ તમે અનેક એવા વ્યક્તિ જોયા હશે જે ઘણું બધું વધારે સોનુ પહેરતા હોય છે એવામાં આજના આ લેખમાં માધ્યમથી અમે એક એવા જ વ્યક્તિ વિશે જણાવાના છીએ જેના વિશે જાણીને તમને પણ આંચકો લાગશે.
આમ તો તમે સામાન્ય રીતે જોયું હશે કે કોઈ વ્યક્તિ 100,200 ગ્રામ જેટલું સોનુ પેહરીને બહાર નીકળતા હોય છે પરંતુ આજે અમે એક એવા વ્યક્તિ વિશે જણાવા જઈ રહ્યા છે જે 100-200 ગ્રામ નહીં પરંતુ 500 ગ્રામ સોનુ પહેરીને બહાર નીકળે છે, આટલુ બધું સોનુ પહેરવા પાછળનું કારણ પણ ખુબ જ રોચક છે. આ વ્યક્તિનું નામ પ્રેમ સિંહ છે જે બિહારનો રહેવાસી છે.
તમને જણાવી દઈએ કે પ્રેમ સિંહ બિહારના બીહીયા થાણા શેત્રમાં આવેલા બાસોપુર ગામનો રહેવાસી છે જે રોજ 500 ગ્રામ સોનુ પહેરીને બહાર નીકળે છે, આટલુ બધું સોનુ પહેરવા પાછળ પ્રેમ સિંહનું પણ એવુ જ કેહવું છે કે સોનુ પહેરવાનો તેમનો પેહલાથી શોખ રહ્યો છે, તેઓનો આજ શોખ તેમની નવી ઓળખ બની ગયો છે, હાલ લોકો પ્રેમ સિંહને ગોલ્ડન મેનના નામથી ઓળખે છે.
પ્રેમ સિંહ પોતે જણાવે છે કે તેઓ રોજની 24 થી 25 સોનાની આઈટમો પેહરે ફહે જેનો વજન 5 કિલોથી વધારે છે અને આ સોનાની કિંમતને જો બજારના ભાવથી આંકવામાં આવે તો તેની કિંમત 3 કટોદ સુધીની આંકવામાં આવી રહી છે. હવે પ્રેમ સિંહ આટલુ બધું સોનુ પેહરે છે તો નક્કી છે કે તેના પર નજર ચોરોની નજર પણ એટલી જ રહેલી હોય છે.
તો ચોરી વિશે પ્રેમ સિંહ જણાવે છે કે તેઓની સાથે એક વખત લૂંટ ને ચોરી કરવાના પ્રયાસો કરવામાં આવેલ છે, પ્રેમ સિંહે જણાવ્યું કે તેમની સાથે એકે વખત બંધુકની અણીએ લૂંટનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. પ્રેમ સિંહ ભગવાન હનુમાનજીના પણ એક મોટા એવા ભક્ત છે આથી તેઓ ગળામાં એક મોટુ એવુ લોકેટ પણ પેહરે છે જે ભગવાન પ્રત્યેની ભક્તિ બતાવે છે.
તેઓનું કેહવું છે કે તેઓને આટલુ બધું સોનુ પહેરતા એક કલાક જેટલો સમય લાગે છે, હાલ પ્રેમ સિંહ એટલા બધા ફેમસ થઇ ચુક્યા છે કે હાલ રોજ તેઓની સાથે તસ્વીર લેવા માટે લોકોની લાઈનો લાગે છે.