કર્ણાટક માં ગીતાબહેન રબારી એ આપ્યો અદ્દભુત કાર્યક્રમ ચાહકો એ ગીતાબહેન ને ફૂલો થી નવરાવી દીધા, જુઓ વિડીયો.
આપણા ગુજરાતમાં રહેલા ડાયરા ના કલાકારો અને ગાયક કલાકારો માત્ર ગુજરાત પૂરતા જ સીમિત નથી વિદેશમાં પણ ડાયરા ના કલાકારો અને ગાયક કલાકારોની બોલબાલા જોવા મળે છે. એવા જ ગુજરાતના ગાયક કલાકાર એટલે ગીતાબેન. રબારી ગીતાબેન રબારીનો જયારે કાર્યક્રમ હોય ત્યારે તેના ચાહકો મોટી સંખ્યામાં ઉપસ્થિત થતા હોય છે અને ગીતાબેન રબારી તેના ચાહકો સામે પોતાના સુરની રમઝટ થી ચાહકો ને મંત્ર મુક્ત કરી દેતા હોય છે.
હાલમાં ગીતાબેન રબારી એ તેના instagram એકાઉન્ટ ઉપર કેટલી તસવીરો અને વિડીયો શેર કરેલા છે. ગીતાબેન રબારી એ 14 નવેમ્બર 2012 ના રોજ બેંગ્લોર અને કર્ણાટકમાં રાત્રે એક અદભુત શો કર્યો હતો. જેમાં ગીતાબેન રબારી ઉપર એટલા બધા ફૂલોનો વરસાદ કરવામાં આવેલો હતો કે `1તેનું શરીર આખું ફૂલોથી ઢંકાઈ ગયું હતું.
જાણવા મળ્યું કે ગીતાબેન રબારી તેમના ભરથાર પૃથ્વી સાથે શોમાં પહોંચ્યા હતા. જેની કેટલીક તસવીરો તેને instagram એકાઉન્ટ પર શેર કરેલી છે અને કેપ્શન માં લખ્યું છે કે, કર્ણાટક બેંગ્લોરમાં ગઈ રાત્રે એટલો અદભુત શો હતો. તમારા બધા સાથે કેટલીક તસ્વીર સુંદર શેર કરું છું. તમારા પ્રેમ અને આશીર્વાદ માટે બેંગ્લોરના લોકોનો આભાર.
ગીતાબેન રબારી ને અદભુત સન્માન કર્ણાટકના લોકોએ આપેલું જોવા મળે છે. આ વીડિયોમાં જોવા મળે છે તેમ ગીતા રબારીના કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો આ કાર્યક્રમનો લ્હાવો લેવા પહોંચેલા જોવા મળે છે અને આ કાર્યક્રમ મોટા પાયા થયેલો જોવા મળે છે. ગીતાબેન રબારી નો વિડીયો જોતા ખ્યાલ આવે છે કે સ્ટેજ ઉપર કેટલાક લોકો તેના ઉપર ફૂલોનો વરસાદ કરી રહ્યા છે અને ગીતાબેન ઉપર અઢળક ફૂલોને વરસાદ કરવામાં આવી રહ્યો છે. આ વિડીયો તેના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને ખૂબ જ લાઈક કરી રહ્યા છે.