મોગલ માઁ ની ગાદી સંભાળનાર મણીધર બાપુએ એવું કહ્યું દવા અને દુઆ બંને પર….જાણો પૂરી વાત
કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ મોગલ ધામમાં લોખો ભક્તો દર્શન કરવા આવતા હોય છે. માતાજીના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવતા હોય છે. મોગલ ધામમાં માતાજીની ગાદી સાંભળતા મણીધર બાપુ અવારનવાર ભક્તો દુખડા દૂર કરીને માતાજીએ તમારી માનતા સ્વીકારી લીધી તેમ ભક્તોના જીવનમાં આનંદ ભરે છે. ભક્તો પણ મણીધર બાપુના આદેશનું પાલન કરીને માઁ પર રાખેલી શ્રદ્ધાથી ભક્તોની ફળ સ્વરૂપે માનતા પૂર્ણ થાય છે. ત્યારે મણીધર બાપુના ચરણે ગંભીર બીમારીના કિસ્સા આવતા તેમણે શ્રદ્ધાળુંને એક સંદેશ આપ્યો છે. બાપુ દવા અને દુઆ બંનેમાં વિશ્વાસ રાખે છે. જેમના પગલે બાપુએ ભક્તોને ડોક્ટરની સલાહ લેવા પણ વિંનતી કરી હતી. તો ચાલો જાણીએ બાપુ ભક્તો શું સંદેશ આપ્યો છે.
બાપુએ જણાવ્યું મનુષ્યએ જીવનમાં શુદ્ધ ભોજન ગ્રહણ કરવું જોઈએ, નહીં કે બચત કરવામાં કઈપણ ખાવું. ભોજન એવું ખાઓ કે તમે બીમારીની ઝપેટમાં ન આવો. માઁ મોગલધામ મણીધર બાપુના ચરણોમાં ગંભીર બીમારીથી પિડાતા બે દર્દી આવ્યાં હતાં, જે બાદ બાપુ સાવધાનીના ભાગરૂપે કહ્યું કે લોકોએ દવા અને દુઓ બંને પર વિશ્વાસ રાખો જોઈએ પણ અંધવિશ્વાસ પર ભરોસો ક્યારેય ન કરવો તેમ જણાવ્યું હતું.
જમવામાં બને ત્યાં સુધી તેલનો ઓછો ઉપયોગ કરવા ભક્તોને સલાહ આપતા કહ્યું કે આ વસ્તુનું વધારે સેવનથી કેન્સર જેવી ગંભીર બીમારી થાય છે. જો શક્ય હોય તો વાસી નહીં ગરમ ભોજન લેવાનો આગ્રહ રાખો, જેથી તમે બીમાર ના પડો. ખાસ વાત એ છે કે તેલ હંમેશા ઘાણીનું (મગફળનું તેલ) જ ખાવું જોઈએ જેથી કરીને તમે સ્વસ્થ અને સાજા રહો તમે તમારા જીવનમાં કોઈ તકલીફનો પડે તેમ બાપુએ જણાવ્યું હતું.
સાથે જ બાપુ તેલ સેવન પર જણાવ્યું કે તેલ ભલે થોડું ખાઓ પણ મગફળના તેલનો ઉપયોગ કરવો જોઈએ અને ગાય તમારા ઘરે અવશ્ય રાખવી જોઈએ જેથી કરીને આપણી ભારતીય સંસ્કૃતિ જળવાય રહે તમને પણ ગાય માતાનું દૂધ, દહીં, છાશ, ઘી જેવી તમામ વસ્તુ શુદ્ધ જમવા મળશે તો તમને કોઈ ગંભીર બીમારી થવાની શક્યતા નહીં રહે. અને શક્ય હોય તો મગફળીનું તેલ ખાવાનું રાખજો. જો કોઈ ગંભીર બીમારી હોય તો દુઓ પહેલા ડોક્ટર પાસે જવાનું રાખજો કેમ કે દવાથી જ ગંભીર બીમારીની સારવાર થાય છે. જેથી કોઈ માણસને આગળ જતા તકલીફ ના પડે કે આ માટે બાપુએ લોકો શ્રદ્ધથી માઁ મોગલનું સ્મરણ કરીને આગળ વધવા કહ્યું હતું.
તેમનું કહેવું છે હું ખૂદ કાયદા-કાનુનને માનું છું. એવું નથી કે હું આવું કઈ માનતો નથી. વિજ્ઞાન પણ આગળ જ છે. તેમના પર પણ વિશ્વાસ રાખવો જોઈએ. બને તો બાળકો અને મોટા સૌ લોકોએ મોબાઈલનો ઉપયોગ ઓછો કરવો જોઈએ, નહીં તો તમારી આંખો ઉંમર જતા સંપૂર્ણ પૂરી થઈ જશે. તમારો કિમતી સમયનો ઉપયોગ કરીને કોઈ બ્રાહ્મણ પાસે કથા વંચાવો, મહાભારત, રામાયરણ જેવા ધાર્મિક ગ્રંથ વંચાવો જેથી તમારા જીવનમાં ભગવાન પ્રત્યે અતૂટ શ્રદ્ધા જાગશે.