ભાવનગર ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇંગ્લીશ દારૂના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા તથા એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ,પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટ સખત સુચના આપવામાં આવેલ.
ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે,ઘોઘા રોડ પો.સ્ટે.સી પાર્ટ ગુ.ર.નં. ૧૫૭૬/૨૦૨૩ પ્રોહિ.એકટ કલમઃ-૬૫ એ,એ,૧૧૬ બી,૮૧ મુજબના ગુન્હાના કામે નાસતાં-ફરતાં આરોપી સુમેન નરેશભાઇ રાઠોડ રહે.આડોડિયાવાસ,ભાવનગરવાળા મેઘાણી સર્કલ ખાતે હાજર હોવાની માહિતી આધારે તપાસ કરતાં નીચે મુજબના નાસતાં-ફરતાં આરોપી હાજર મળી આવતાં તેને ઝડપી ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ.
નાસતાં-ફરતાં પકડાયેલ આરોપીઃ- સુમેન નરેશભાઇ રાઠોડ ઉ.વ.૨૯ રહે.આડોડિયાવાસ,ભાવનગર હાલ-સેનુની ચાલી,કુબેરનગર,છારાનગર,અમદાવાદ આ સમગ્ર કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા તથા પોલીસ કર્મચારી મહેન્દ્દભાઇ ચૌહાણ,સાગરભાઇ જોગદિયા,ઘનશ્યામભાઇ ગોહિલ,વિઠ્ઠલભાઇ બારૈયા,લગ્ધીરસિંહ ગોહિલ,સંજયભાઇ ચુડાસમા,અનિલભાઇ સોલંકી,રાજેન્દ્દભાઇ બરબસીયા જોડાયેલ હતાં.