Gujarat

ગમન સાંથલને મળવા પોહચ્યાં ખજુરભાઈ, ભુવાજીએ એવું સ્વાગત કર્યું કે તમે જોતા રહી જશો ! જુઓ આ ખાસ વિડીયો…

Spread the love

નીતિન ભાઈ જાની એટલે કે આપણા સૌ કોઈના લોકપ્રિય ખજુરભાઈને તો હાલ આખું ગુજરાત ઓળખતું થઇ ચૂક્યું છે કારણ પણ તમે જાણો જ છો કે શા માટે ખજુરભાઈની આટલી બધી લોકપ્રિયતા તથા લોકો શા માટે તેમને ભગાવન માને છે. નિરાધાર લોકો માટે ખજુરભાઈ ભગવાન સાબિત થઇ રહ્યા છે અનેક નીરાધાર બાળકોને ખજુરભાઈ એ ઘર બનાવી આપ્યા છે અને હજુ તેઓનું આ કાર્ય શરૂ જ છે.

રસ્તા પર ગમે ત્યારે ખજુરભાઈને કોઈ મદદ માંગતો વ્યક્તિ દેખાય જાય કે લાગે કે તેને મદદની જરૂર છે તેવા તમામ લોકોને ખજુરભાઈ મદદ કરી આપે છે ખરેખર આ કામ કરવું કોઈ નાની વાત નથી, તમને ખબર જ હશે કે હજુ હમણાં જ ખજુરભાઈના લગ્ન મીનાક્ષી દવે સાથે થયા હતા જેની અનેક તસવીરો તથા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા જેમાં ખજુરભાઈ લગ્નનાના જોડામાં ખુબ સુંદર દેખાય રહ્યા હતા.

લગ્નના તરત બાદ ખજુરભાઈ ફરી વખત લોકોના ઘર બનાવામાં લાગી ગયા હતા, ખરેખર મિત્રો ખજુરભાઈ જેવું કોઈ વ્યક્તિ જ નથી, એવામાં હાલ ખજુરભાઈનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે જેમાં તેઓ ગમન સાંથલને મળવા તરુણ જાની તથા મહેશ દાદા સાથે પોહચ્યાં હતા જ્યા તેમનું ખુબ જ હર્ષો ઉલ્લાસ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું અને ખજુરભાઈને જોવા માટે લોકોની ભારે ભીડ જામી હતી.

 

View this post on Instagram

 

A post shared by Tarun Jani (Lala Bhai) (@tarun.jani)

ખજુરભાઈ તથા ગમન સાંથલ એટલે કે આપણા ભુવાજીને લોકોએ એટલો બધો પ્રેમ આપ્યો હતો કે જે વીડિયોમાં જોઈ જ શકાય છે. લોકોએ તો તેમને પોતાના ખભા પર ઉઠાવીને સફર કરાવી હતી આ પરથી જ તમને ખબર પડી જશે કે આ બંને વ્યક્તિઓ આપણા ગુજરાતની અંદર કેટલા લોક લાડીલા હશે, તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *