ઇન્દોરમાં યોજાયેલ પેરા નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ ૨૦૨૩-૨૪ માં ભાવનગરનાં દંપતીએ પાંચ મેડલ જીત્યા
ઇન્દોરમાં આયોજિત પેરા નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ ૨૦૨૩-૨૪ માં ભાવનગરનાં દંપતી શ્રી અલ્પેશ સુતરીયા અને શ્રીમતી સંગીતા સુતરીયા પાંચ મેડલ જીત્યા છે
ઈન્દોરમાં યોજાયેલ પેરા નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ ૨૦૨૩-૨૪ માં શ્રી અલ્પેશ સુતરીયા બ્રોન્સ મેડલ સિંગલ ઇવેન્ટ ક્લાસ વન ડબલ્સ સિલ્વર મેડલ અને શ્રીમતી સંગીતા સુતરીયા સિંગલ્સ ઈવેન્ટમાં સિલ્વર મેડલ ડબલ ઈવેન્ટમાં સિલ્વર મેડલ મિક્સ ડબલમાં સિલ્વર મેડલ એમ ટોટલ શ્રી અલ્પેશ સુતરીયા અને શ્રીમતી સંગીતા સુતરીયા એ પાંચ મેડલ મેળવેલ છે. જે ગુજરાત અને ભાવનગરનું ગૌરવ કહેવાય જેવો આ પહેલા બે વાર ઇન્ટરનેશનલ અને નેશનલનાં રેકોર્ડ બ્રેક કરેલ છે.
પહેલી વખત પેરા ટેબલ ટેનિસમાં એક જ ફેમિલીમાં પાંચ મેડલ મેળવનાર પ્રથમ દંપત્તિનું બિરૂદ મેળવેલ છે. જે ગુજરાતનું ગૌરવ ગણી શકાય જેવો અલ્પેશ સુતરીયા 80% દિવ્યાંગતા ધરાવે છે અને સંગીતા સુતરિયા 60% દિવ્યાંગતા ધરાવે છે તથા તેઓ ફેમિલી અને પોતાની રૂટીન લાઈફ સિવાય સ્પોર્ટ્સની અંદર મેક્સિમમ પાંચ થી છ કલાકનો સમય આપે છે અને લોકોને પોઝિટિવ મેન્ટલી સ્ટ્રોંગ રહેવા માટે એક્સરસાઇઝ અને સ્પોર્ટ્સ ખેલવા માટેની પ્રેરણા આપે છે.