ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ નો સપાટો રોકડ રૂ.૪૧,૧૦૦/- સહીત કુલ કિં.રૂ.૫૮,૬૦૦/-ના મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હારજીતનો તિન પત્તીનો જુગાર રમતાં અગિયાર માણસોને ઝડપી લીધાં
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી વી.વી.ધ્રાંગુ,એમ.જે.કુરેશી,તથા એલ.સી.બી સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગાર ની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
તા.૧૧/૦૩/૨૦૨૪નાં રોજ ભાવનગર,એલ.સી.બી.સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન એલ.સી.બી સ્ટાફના બાબાભાઈ હરકટ તથા એઝાઝખાન પઠાણને સંયુકત બાતમીરાહે હકીકત મળેલ કે,ભાવનગર,કરચલીયાપરા,વાલ્મીકીવાસ,શીતળામાતાના મંદિર પાસે,શેરીમાં જાહેર જગ્યામાં લાઇટના અજવાળે રેઇડ કરતાં નીચે મુજબનાં માણસો જુગાર રમતા પકડાય ગયેલ.તેઓ વિરૂધ્ધ ગંગાજળીયા પો.સ્ટે.માં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.
પકડાયેલ આરોપીઓઃ-
1. અફજલભાઇ ઉર્ફે મસ્તાન સતારભાઇ ધોળીયા ઉ.વ.૫૪ ધંધો-મજુરી રહે.વડવા,કાછીયા વાડ,સહેલી પાનની બાજુમા ભાવનગર
2. આબીદ રજાકભાઇ પાંચા ઉવ.૩૫ ધંધો.વેપાર રહે.લીંબડી વાળી સડક,મક્કા મસ્જીદની સામે ભાવનગર
3. અબુબકરબીન મહમંદ શેખ ઉ.વ.૬૫ રહે.વડવા,મતવા ચોક,આરબવાડ કુવા પાસે ભાવનગર
4. મહમંદભાઇ હાસમભાઇ ડેરૈયા ઉ.વ.૫૫ રહે. નવાપરા,ડોસલીનુ નેરૂ ભાવનગર
5. યુસુફભાઇ કાદરભાઇ હમદાણી ઉ.વ.૫૦ રહે.લીંબડીવાળી સડક,વકીલ માલદારનો ડેલો ભાવનગર
6. ઇકબાલ ઉર્ફે ઇકુ બાબુભાઇ લોહીયા ઉ.વ.૪૯ રહે.મોતી તળાવ રોડ,રેલ્વે વર્ક શોપ પાસે ભાવનગર
7. કિરીટભાઇ ઘુસાભાઇ ચૌહાણ ઉ.વ.૪૯ રહે.સોંડવદરા ગામ,તા.જી.ભાવનગર
8. સોહિલ ફારૂકભાઇ તેલીયા ઉ.વ.૩૯ રહે. જુની માણેક વાડી,ચાંદની ફલેટ,બીજા માળે ભાવનગર
9. યુનુસભાઈ અબેદભાઈ અમુદી ઉ.વ.૪૫ રહે. કંસારા શેરી,રૂવાપરી રોડ,લીમડીવાળી સડક,ભાવનગર
10. પ્રકાશ ઉર્ફે પકાદાદા રમણીકભાઈ ચુડાસમા ઉ.વ.૪૫ રહે.પ્રભુદાસ તળાવ,ટેકરી ચોક,મહાકાળી મંદિર સામે,ભાવનગર
11. પ્રકાશ ઉર્ફે પકો પ્રવિણભાઈ ડાભી ઉ.વ.૩૭ રહે.લુહારવાડી પાસે,રાણીકા,કરચલીયાપરા,ભાવનગર
રેઇડ દરમ્યાન કબ્જે કરેલ મુદ્દામાલ ગંજીપતાનાં પાના નંગ-૫૨ કિં.રૂ.૦૦/- તથા રોકડ રૂ.૪૧,૧૦૦/- તથા મોબાઈલ ફોન નંગ.૮ કિ.રૂ.૧૭,૫૦૦/- મળી કુલ કિં.રૂ.૫૮,૬૦૦/-
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી એમ.જે.કુરેશી,વી.વી.ધ્રાંગુ,તથા બાબાભાઈ હરકટ,અનિરુધ્ધસિંહ ગોહીલ,ઘનશ્યામભાઈ ગોહીલ,સાગરભાઈ જોગદીયા,એઝાઝખાન પઠાણ,અનિલભાઈ સોલંકી,જયદિપસિંહ ગોહીલ,લગ્ધીરસિંહ ગોહીલ,સંજયભાઈ ચુડાસમા