ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની જોરદાર કામગીરી ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની બોટલ નંગ-૧૪૧ કિ.રૂ.૧૭,૩૪૫/-સહિત કુલ રૂ.૧૭,૩૪૫/-નો મુદ્દામાલ ઝડપી પાડયો
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પોલીસ સબ ઈન્સ. પી.બી.જેબલીયા,વી.વી.ધ્રાંગુ,એમ.જે.કુરેશી તથા એલ.સી.બી સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તાર માંથી દારૂ/ જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
તા.૧૫/૦૩/૨૦૨૪ના રોજ ભાવનગર,એલ.સી.બી.પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં નાઈટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન ભાવનગર,દિપકચોક પાસે આવતા બાતમીરાહે હકીકત મળેલ કે,મીનાબેન રાજેશભાઇ રાઠોડ રહે.આડોડીયાવાસ ભાવનગરવાળીએ તેના કબ્જા-ભોગવટાના રહેણાંક મકાને ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો વેચાણ અર્થે રાખેલ છે.જે મળેલ માહિતી આધારે રેઈડ કરતા નીચે મુજબનો અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની કંપની સીલપેક બોટલો મળી આવેલ.તેના વિરૂધ્ધ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
આરોપીઃ- મીનાબેન રાજેશભાઇ રાઠોડ રહે.આડોડીયાવાસ ભાવનગર (પકડવા ઉપર બાકી)
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. ૦૮ પી.એમ. સ્પેશયલ વ્હીસ્કી ૧૮૦ એમ.એલ બોટલ નંગ-૯૬ કુલ કિ.રૂ.૧૧,૫૨૦/-
2. ઓફીસર ચોઇસ પ્રેસ્ટેજ વ્હીસ્કી ૧૮૦ એમ.એલ બોટલ નંગ-૪૫ કુલ કિં.રૂ. ૫૬૨૫/-
3. મોટી સુટકેસ બેગ તથા ગ્રે કલરનો થેલો કિં.રૂ.૨૦૦/- મળી કુલ કિં.રૂ.૧૭,૩૪૫/-નો મુદ્દામાલ
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી પી.બી.જેબલીયા,એમ.જે.કુરેશી,વી.વી.ધ્રાંગુ,તથા વનરાજભાઈ ખુમાણ,જગદેવસિંહ ઝાલા,જયદિપસિંહ ગોહીલ,લગ્ધીરસિંહ ગોહીલ