ગંજીપત્તાનો હારજીતનો તિન પત્તીનો જુગાર રમતાં છ શકુનીઓને રોકડ રૂ.૭૨,૩૦૦/- સહીત કુલ કિં.રૂ.૭૨,૩૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી પી.બી.જેબલીયા,વી.વી.ધ્રાંગુ,એમ.જે.કુરેશી,તથા એલ.સી.બી સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગાર ની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
તા.૧૬/૦૩/૨૦૨૪નાં રોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન એલ.સી.બી સ્ટાફને બાતમીરાહે હકીકત મળેલ કે,ભાવનગર,નિર્મળનગર,અપ્સરા ટોકીઝ પાસ,એ શેરી નં.૦૧માં જાહેરમાં સ્ટ્રીટલાઈટના અજવાળે અમુક માણસો ભેગા થઇ ગોળ કુંડાળુ વળી ગંજીપતાનાં પાનાં વડે તિનપત્તીનો હારજીતનો જુગાર રમે છે.જે આધારે રેઇડ કરતાં નીચે મુજબનાં માણસો જુગાર રમતા પકડાય ગયેલ.તેઓ વિરૂધ્ધ નિલમબાગ પો.સ્ટે.માં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.
પકડાયેલ આરોપીઓઃ-
1. મેહુલ જગદિશભાઈ મહેતા ઉ.વ.૩૧ રહે.દેસાઈનગર,શિવ રેસીડન્સી,ફલેટ નં.૨૦૨,H.D.F.C બેંક વાળા ખાંચામાં ભાવનગર
2. દિનેશભાઈ મોહનભાઈ ચૌહાણ ઉ.વ.૪૩ રહે.કાળીયાબિડ,કે.પી.એસ.સ્કુલ પાસે,પ્લોટ નં.સી/૨૪૭૪ ભાવનગર
3. જયસુખભાઈ પોપટભાઈ કૈલા ઉ.વ૫૧ રહે.જયેશભાઈ પટેલના મકાનમાં ભાડે થી,શેરી નં.૪,શાસ્ત્રીનગર,ભાવનગર મુળ રહે.મોરબી રવાપર
4. દિનેશભાઈ દેવશીભાઈ રાઠોડ ઉ.વ.૪૫ રહે.અધેવાડા,ખોડીયારમાતાના મંદિર સામેનો ખાંચો,વણકરવાસ,ભાવનગર
5. જવેરભાઈ ભાણાભાઈ સાંખટ ઉ.વ.૨૯ રહે.પ્લોટ નં.૧૫૩,ઉપવન દર્શન સોસાયટી,સુખ શાંતી સોસાયટી બાજુમાં,ફુલસર ભાવનગર
6. પ્રફુલભાઈ અનંતરાય ધાનક ઉ.વ.૫૯ રહે. મહિલા કોલેજ પાસે,ક્રુષ્ણનગર,દેરી રોડ,કલ્પસુત્ર ફલેટ,પહેલા માળે ફલેટ નં.૦૨ ભાવનગર
રેઇડ દરમ્યાન કબ્જે કરેલ મુદ્દામાલ ગંજીપતાનાં પાના નંગ-૫૨ કિં.રૂ.૦૦/- તથા રોકડ રૂ.૭૨,૩૦૦/- મળી કુલ કિં.રૂ.૭૨,૩૦૦/-
આ સમગ્ર કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી પી.બી.જેબલીયા,એમ.જે.કુરેશી,વી.વી.ધ્રાંગુ,તથા વનરાજભાઈ ખુમાણ,જગદેવસિંહ ઝાલા,જયદિપસિંહ ગોહીલ,લગ્ધીરસિંહ ગોહીલ જોડાયાં હતાં.