BhavnagarBreakingcrimeElectionGujarat

વિવિધ ગુનાઓ જેવાકે ઇંગ્લીશ દારૂની ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃતિઓમાં સંડોવાયેલ માથાભારે કુલ-૦૬ ઇસમોને પાસા હેઠળ અટકાયત કરી અલગ-અલગ જેલ ખાતે મોકલી આપતી ભાવનગર જીલ્લા પોલીસ

Spread the love

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ તથા જિલ્લાનાં થાણા અધિકારીશ્રીઓને ઇંગ્લીશ દારૂ,મિલ્કત સંબંધી તથા શરીરસંબંધી ગુન્હાઓને લગતી અસામાજિક પ્રવૃતિઓમાં સંડોવાયેલ ઇસમો વિરૂધ્ધ દરખાસ્ત કરી તેઓને પાસા હેઠળ અટકાયત કરી જેલમાં મોકલી આપવા માટે સુચના આપવામાં આવેલ હતી.

ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા ભાવનગર જિલ્લાના ગંગાજળીયા,મહુવા,શિહોર તથા વલ્લભીપુર પોલીસ સ્ટેશન દ્રારા અગાઉ ઇંગ્લીશ દારૂની ગેરકાયદેસરની પ્રવૃતિઓમાં સંડોવાયેલ ઇસમો તથા માથાભારે ઇસમો વિરૂધ્ધ પાસા અંગેની દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી,ભાવનગરનાંઓ તરફ મોકલી આપવામાં આવેલ હતી.જે અંગે જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી,ભાવનગર નાંઓએ નીચે જણાવેલ ઇસમો વિરૂધ્ધ કરવામાં આવેલ દરખાસ્ત માન્ય રાખી કુલ-૦૬ ઇસમોને પાસા વોરંટની બજવણી કરી અટકાયત કરી ગુજરાત રાજયની અલગ-અલગ જેલોમાં મોકલી આપવામાં આવેલ.

ઇંગ્લીશ દારૂના ધંધા સાથે સંકળાયેલ ઇસમો વિરૂધ્ધ કરવામાં આવેલ પાસાઃ-
1. ભાવેશભાઇ વીરાભાઇ વાસીયા ઉ.વ.૩૩ રહે.ઢસીયા વિસ્તાર, કુંડળ,વાઘનગર,મહુવા જી.ભાવનગર હાલ- જનતા પ્લોટ-૨,મગન કરશનના પુતળા પાસે,મહુવા જી.ભાવનગર (મધ્યસ્થ જેલ,વડોદરા)
2. યોગેશભાઇ બાલક્રુષ્ણભાઇ મહેતા ઉ.વ.૪૪ રહે.પ્લોટ નંબર-૨૬, કૃષ્ણનગર, શિહોર જી.ભાવનગર (મધ્યસ્થ જેલ,રાજકોટ)
3. નાગજીભાઇ માધાભાઇ સાંખટ ઉ.વ.૫૦ રહે. નેસડા વિસ્તાર, વીકટર, તા.રાજુલા જી.અમરેલી (મધ્યસ્થ જેલ, સાબરમતી અમદાવાદ)
4. કાર્તિક ઉર્ફે કાતરો રતિલાલભાઇ લકુમ ઉ.વ.૨૧ રહે.ચમારડી,તા.વલ્લભીપુર જી.ભાવનગર (મધ્યસ્થ જેલ, લાજપોર,સુરત)

 માથાભારે ઇસમો વિરૂધ્ધ કરવામાં આવેલ પાસાઃ-
1. ઋત્વિક ઉર્ફે બાબા દિલીપભાઇ વેગડ ઉ.વ.૨૧ રહે.કુંભારનો ડેલો, ઘંટીવાળી ગલીમાં, ટીંબી ઉપર, નાની સડક, કરચલીયા પરા, ભાવનગર (મધ્યસ્થ જેલ, લાજપોર, સુરત)
2. તોહીદ ઉર્ફે ડાકુ ઇકબાલભાઇ મંસુરી ઉ.વ.૨૩ રહે.કાગદીવાડ મસ્જીદ પાસે, રૂવાપરી રોડ, સાંઢીયાવાડ, ભાવનગર (મધ્યસ્થ જેલ, વડોદરા)

આમ,આગામી લોકસભાની સામાન્ય ચુંટણી-૨૦૨૪ શાંત અને સૌહાર્દપુર્ણ વાતાવરણમાં પરિપુર્ણ થાય તેવી નેમ સાથે તંત્ર સજ્જ થઇને ગેરકાયદેસર પ્રવૃતિ અને માથાભારે ઇસમોની પ્રવૃતિને ડામી દઇ પ્રજામાં શાંતિનો માહોલ સ્થપાય તેવી કામગીરી કરેલ છે.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *