પીકઅપ અને બાઇક વચ્ચે થયો અકસ્માત જેમા એક વ્યક્તિ ને…..
મહેસાણા જિલ્લામાં અવારનવાર માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સતલાસણા પંથકમાં સામે આવી છે. જ્યાં એક પીકઅપ ડાલાના ચાલકે બાઈક પર સવાર દંપતીને અડફેટે લીધું હતું.
જેથી દંપતીને ઈજા પહોંચી છે. તેઓને હાલ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. જ્યાં પત્નીને ગંભીરઈજા પહોંચી છે. જોકે, અકસ્માત સર્જી પીકઅપ ગાડીનો ચાલક ફરાર થઈ ગયો હતો. જેથી તેની સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
દાતા તાલુકામાં આવેલા અડેસણ ગામમાં રહેતા નરેશજી ઠાકોર અને તેમની પત્ની બાઈક પર સવાર થઈને સતલાસણા તાલુકામાં આવેલા ભીમપુરા ખાતે આવ્યાં હતા. જ્યાથી ઘરે જતા સમયે સતલાસણાથી ગોઠડા જવાના માર્ક પર પાછળથી પીકઅપ ડાલાના ચાલકે તેઓની બાઈકને ટક્કર મારી હતી. જેથી અકસ્માત થયો હતો.
જેમાં બાઈક પર સવાર દંપતી રોડ પર પટકાયા હતા. જેમાં બાઈક ચાલકની પત્નીને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી જ્યારે બાઈક ચાલકને ઈજાઓ પહોંચતા બન્નેને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતા તેમજ હાલમાં અકસ્માત સર્જી ફરાર થયેલા અજાણ્યા ગાડી ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.