BhavnagarBreakingcrimeGujarat

અમરેલી જિલ્લાના ડુંગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઠગાઇના ગુન્હામાં પકડવાના બાકી આરોપીને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

Spread the love

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા તેમજ નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી.ના અધિકારી/કર્મચારીઓને સખત સુચના આપેલ.

તા.૦૯/૦૮/૨૦૨૪ના રોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફના માણસો ભાવનગર ડીવીઝન વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન અનિરૂધ્ધસિંહ ગોહિલ એ.એસ.આઇ., એલ.સી.બી.,ભાવનગરનાઓને બાતમી મળેલ કે, અમરેલી જિલ્લાના ડુંગર પો.સ્ટે.માં દાખલ થયેલ ઠગાઇના ગુન્હામાં પકડવાના બાકી આરોપીઓ (૧) વિજયભાઇ ઉર્ફે સંજય રાજુભાઇ મકવાણા રહે. ઘોઘા જી.ભાવનગર (૨) ધનજીભાઇ કલ્યાણભાઇ જેઠવા રહે.હાલ-ઘોઘા જી.ભાવનગર મુળ-ડુંગર તા.રાજુલા જી.અમરેલીનાઓ તેઓના ઘરે હાજર છે. જે બાતમી આધારે તેઓના રહેણાંક મકાને તપાસ કરતાં નીચે મુજબના ગુન્હામાં પકડવાના બાકી નીચે મુજબના આરોપીઓ હાજર મળી આવેલ.જેથી તેઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ઘોઘા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ.જે અંગે અમરેલી જિલ્લાના ડુંગર પોલીસ સ્ટેશનને જાણ કરવા તજવીજ કરવામાં આવેલ.

પકડવાના બાકી આરોપીઓઃ-
1. વિજય ઉર્ફે સંજય રાજુભાઇ મકવાણા ઉ.વ.૩૨ રહે.રો-રો ફેરી સર્વિસ રોડ,દે.પુ.વાસ,ઘોઘા જી.ભાવનગર
2. ધનજીભાઇ કલ્યાણભાઇ જેઠવા ઉ.વ.૩૫ રહે.રહે.હાલ- રો-રો ફેરી સર્વિસ રોડ, દે.પુ.વાસ, ઘોઘા જી.ભાવનગર મુળ-ડુંગર તા.રાજુલા જી.અમરેલી

કરેલ ગુન્હોઃ-અમરેલી, ડુંગર પો.સ્ટે. ગુ.ર.ન.૧૧૧૯૩૦૬૨૨૪૦૧૩૩/૨૦૨૪ ઇ.પી.કો.કલમઃ-૪૨૦,૧૨૦ બી,૩૪ મુજબ

આ સમગ્ર કામગીરી માં  પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના અનિરૂધ્ધસિંહ ગોહિલ,એજાજખાન પઠાણ,કેવલભાઇ સાંગા,રાજુભાઇ મનાતર તથા ઘોઘા પો.સ્ટે.ના અનિલભાઇ મકવાણા તથા મનસુખભાઇ જાંબુચા વગેરે સ્ટાફ ના માણસો જોડાયા હતાં.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *