ત્રણ સ્વરૂપમાં આપે છે હનુમાન દાદા દર્શન, અમદાવાદની આ જગ્યાએ આવેલા બાલા હનુમાનજી વિશે જાણી ને..
હનુમાન દાદાના આ મંદિરને બાલા હનુમાન તરીકે ઓળખવામાં આવે છે.હનુમાન દાદાનું આ મંદિર અમદાવાદના ગાંધી રોડ પર આવેલું છે. આ મંદિરમાં દાદા તેમના દિવ્ય સ્વરૂપમાં બિરાજમાન છે. મંદિરમાં દાદા એક જ સમયે ત્રણ અલગ અલગ સ્વરૂપમાં દર્શન આપે છે.
બાલા હનુમાન મંદિરમાં લોકો દૂર દૂરથી દાદાના દર્શન કરવા માટે આવે છે. લોકો અહીં આવીને પોતાની મનોકામના માંગે છે અને ભકતોની દરેક મનોકામના અહીં પુરી થાય છે.તેની માટે જ ભકતો અહીં દૂર દૂરથી દાદાના દર્શન કરવા માટે આવે છે.
અહીં હનુમાન દાદાનું ખુબજ નાનું મંદિર છે પણ તે ખુબજ ચમત્કારીક છે. મંદિરમાં દાદા આજે પણ સાક્ષાત બિરાજમાન છે. બાલા હનુમાન દાદાની મૃતિમાં તેમની માતા અંજના અને પુત્ર મકરધ્વજના પણ દર્શન થાય છે. ભકતો દાદાના દર્શન માટે વિદેશોથી પણ આવે છે.
શનિવારના દિવસે આ મંદિરમાં ખુબજ મોટી ભીડ જોવા મળે છે. ભક્તો અહીં દાદાના દર્શન કરીને ખુબજ દિવ્યતા અનુભવે છે. અહીં લોકો નોકરી, ધંધો, લગ્ન અને સંતાન પ્રાપ્તિ માટેની અલગ લગ માનતાઓ માને છે અને તેમની દરેક ઈચ્છાઓ પણ પુરી થયા છે. આજ સુધી બાલા હનુમાન મંદિરમાં લાખો ભકતોને દાદાઓ પરચો થયો છે.