આજ રોજ દિહોર ગામ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2025ની ઉજવણી કરવામાં આવી
આજ રોજ શ્રીમતિ આર. ટી.મહેતા હાઈસ્કૂલ દિહોરના યજમાન પદે શ્રી દિહોર કેન્દ્રવર્તી શાળા,શ્રી દિહોર બ્રાન્ચ પ્રાથમિક શાળા અને શ્રીમતી આર.ટી. મહેતા હાઇસ્કુલ દિહોરના સંયુક્ત ઉપક્રમે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2025 અંતર્ગત આંગણવાડી,બાલવાટિકા, ધોરણ 9 અને ધોરણ 11 ના નવા પ્રવેશપાત્ર બાળકોનો પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો.
જેમાં મુખ્ય અધિકારી શ્રી નરેન્દ્રકુમાર રાઠોડ IAS ફાઇનાન્સ વિભાગ સચિવાલય ગાંધીનગર, તળાજા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પ્રકાશભાઈ બારૈયા, લાઇઝન અધિકારી શ્રી મહેન્દ્રભાઈ મકવાણા- તળાજા -1, દિહોર ગ્રામ પંચાયતના સરપંચશ્રીના પ્રતિનિધિ મહેશભાઈ ધાંધલા, બાળરોગ નિષ્ણાંત નામાંકિત ડોક્ટર જયેશભાઈ પંડ્યા,શાંતિભાઈ – ચેરમેન ગુજરાત ઓનિયન ફેડરેશન લિમિટેડ, શ્રીમતી આર.ટી.મહેતા હાઈસ્કૂલના આચાર્યશ્રી કરશનભાઈ જાની, શ્રી દિહોર કેન્દ્રવર્તી શાળાના આચાર્ય શ્રી નિલેશભાઈ દવે દિહોર બ્રાન્ચ પ્રા શાળાના આચાર્ય શ્રી ગોરધનભાઈ સાટીયા, આંગણવાડી કાર્યકરો ત્રણેય શાળાનો સ્ટાફગણ અને બહોળી સંખ્યામાં વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા. શ્રીમતી આર.ટી. મહેતા હાઇસ્કુલના આચાર્યશ્રી દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ નવા પ્રવેશપાત્ર બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો. દફતર,ડિજિટલ સ્લેટ, એબીસીડી સેટ, અંક સેટ એમ કુલ 100 કીટ ડો.જયેશભાઈ પંડ્યા તરફથી તેમજ દરેક બાળકને પહેલું કદમ પુસ્તક શાંતિભાઈ ધાંધલા તરફથી આપવામાં આવ્યું. શાળા તરફથી દાતાઓનું સન્માન કરવામાં આવ્યું.
મુખ્ય અધિકારી દ્વારા પ્રેરક ઉદબોધન કરવામાં આવ્યું તેમજ દિહોર કે.વ.શાળાના આચાર્યશ્રી દ્વારા સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિશે સમજણ આપવામાં આવી. અંતમાં વૃક્ષારોપણ કાર્યક્રમ દ્વારા કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું.