ખાંભા તાલુકાના ડેડાણ અમરધામ આશ્રમ ખાતે અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે સંત શ્રી દેવેન્દ્રદાસ બાપુના સાનિધ્યમાં શાનદાર ઉજવણી કરવામાં આવી.
ખાંભા તાલુકાના ડેડાણ અમરધામ આશ્રમ ખાતે અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે સંત શ્રી દેવેન્દ્રદાસ બાપુના સાનિધ્યમાં શાનદાર ઉજવણી કરવામાં આવી.
ડેડાણ અમરધામ આશ્રમ ખાતે અષાઢી બીજ ના પાવન પર્વ નિમિત્તે મહંત દેવેન્દ્ર દાસ બાપુના સાનિધ્યમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડયું જેમાં સવારમાં નિશાન ચડાવવામાં આવ્યું હતું.યજ્ઞશાળામાં ૧૦૮ કુંડીયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતુ.
તેમજ બાંભણીયા બ્લડ બેંક દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો.જેમાં રક્તદાન કરીને માણસની અમૂલ્ય જિંદગી બચાવવામાં ૧૦૦ થી વધુ લોકોને સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયો હતો.તેમજ ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું .
તેમજ આ કાર્યમાં ૭૦ થી વધુ ગામના સેવાકીય મંડળો,અને ૫૦ રસોયાઓ અમૂલ્ય સેવાકિય મહાયજ્ઞમાં જોડાયા હતા.તેમજ રાત્રીના સમયે પ્રકૃતિના ખોળે ૪૦૦૦૦ થી વધારે ભાવિક ભક્તજનો દ્વારા ભજન અને ભોજન સાથે કોમી એકતા દર્શનની સાથે દેવેન્દ્ર દાસ બાપુના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અષાઢી બીજ ના પાવન પર્વ નિમિત્તે ભવ્ય લોક ડાયરોનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં લોકસાહિત્યકાર ધવલ બારોટ,પ્રફુલભાઈ બગથલીયા, જાણીતા ભજનિક રાહુલભાઇ રાવળ,જનક વેગડ, છોટે રામદાસ નૈતિક વ્યાસ, અનિરુદ્ધ બારોટ, અનસૂયા શિયાળ,દ્વારા સંતવાણી ની રમઝટ બોલાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજુલાના ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી, કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા,ધારાસભ્ય શ્રી જે.વી.કાકડીયા,શિવાભાઈ ગોહિલ,વલ્લભભાઈ માળીયા,માંધાતા ગ્રુપના સ્થાપક શ્રી રાજુભાઇ સોલંકી ભાવનગર,જાફરાબાદ કોળી સમાજના પટેલ શ્રી મનહરભાઈ બારૈયા, લાલા આતા રામપરા,સોમભાઈ ગોરાણા, બાબુભાઈ,લાલભાઈ મકવાણા,જેન્તીભાઇ બાંભણિયા,નાનજીભાઈ બાંભણિયા,લાલભાઈ ત્રાકુડા,હસુભાઈ ચુનાવાળા સુરત,અશોકભાઈ સેદરડા,જૂનાગઢ ભારતી આશ્રમ ના ગાદીપતિ સંત શ્રી હરિહરનંદ ભારતી બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.તેમજ વિવિધ સમાજના રાજકીય અને બિન રાજકીય, અગ્રણીઓએ અને ભાવિક ભક્તોએ ખાસ હાજરી આપી હતી.