IndiaReligious

ભારતની આ જગ્યાએ હનુમાનજીની પ્રતિમાને ‘સ્ત્રી રુપ’માં પૂજવામા આવે છે..જાણો પૂરી વાત

Spread the love

આમ જોવા જઈએ તો ભારતમાં હનુમાનજીના ઘણા પ્રખ્યાત મંદિરો છે પરંતુ આજે અમે તમને એક અનોખા મંદિર વિશે માહિતી આપી રહ્યા છીએ. જે છત્તીસગઢમાં સ્થિત છે. દરેક લોકો એ વાત તો જાણે જ છે કે હનુમાનજી બાળ બ્રહ્મચારી છે.

પરંતુ છત્તીસગઢમાં એક એવું મંદિર આવેલું છે. જ્યાં હનુમાનજીની પૂજા એક સ્ત્રી તરીકે કરવામાં આવે છે. આ મંદિર છત્તીસગઢના બિલાસપુર શહેરથી 25 કિલોમીટર દૂર રતનપુર સ્થિત છે.

આ મંદિરમાં હનુમાનજીની પુરૂષ તરીકે નહીં પણ સ્ત્રી તરીકે પૂજા કરવામાં આવે છે. આ અનોખા મંદિરની જે રીતે સ્થાપના કરવામાં આવી તે પાછળની દંતકથા પણ ખૂબ રસપ્રદ છે.

બિલાસપુર જિલ્લામાં સ્થિત અનોખું મંદિર તમે સાચું જ વાંચ્યું છે આ મંદિરમાં હનુમાનજીની પૂજા એક સ્ત્રી રુપે કરવામાં આવે છે. સમગ્ર દુનિયામાં એકમાત્ર આ જગ્યાએ જ એવું મંદિર છે જ્યાં હનુમાન દેવની પૂજા એક સ્ત્રી રુપે કરવામાં આવે છે.

રતનપુરના ગિરજાબાંધમાં હાજર આ મંદિરમાં ‘દેવી’ હનુમાનની મૂર્તિ છે. આ મંદિર પ્રત્યે લોકોને ખૂબ જ આસ્થા છે. એવું માનવામાં આવે છે કે જે કોઈ પણ અહીં પૂજા અર્ચના કરે છે. તેમની મનોકામના પૂરી થાય છે.

હજારો વર્ષ જૂની છે પ્રતિમા ગિરજાબાંધ સ્થિત હનુમાન મંદિર અનેક સદીઓથી આ ક્ષેત્રમાં અસ્તિત્વમાં છે. એવું માનવામાં આવે છે કે હનુમાનજીની આ પ્રતિમા દસ હજાર વર્ષ જૂની છે. એવી પણ કિવદંતી છે કે આ મંદિરનું નિર્માણ પૃથ્વી દેવજૂ નામના રાજાએ કરાવ્યું હતું.

રાજા પૃથ્વી દેવજૂ હનુમાનજીના ખૂબ જ મોટા ભક્ત હતાં અને તેમણે ઘણા વર્ષો સુધી રતનપુર પર શાસન કર્યું. એવું માનવામાં આવે છે કે રાજા પૃથ્વી દેવજૂને રક્તપિત્ત હતો.

સ્ત્રી રુપમાં પ્રગટ થઈ હતી મૂર્તિ એવું કહેવામાં આવે છે કે એક રાતે હનુમાનજી રાજાના સ્વપ્નમાં આવ્યા અને તેમને મંદિર બનાવવાની સૂચના આપી. રાજાએ મંદિરનું નિર્માણ શરૂ કર્યુ. જ્યારે મંદિરનું કામ પૂર્ણ થવાનું હતું ત્યારે રાજાના સ્વપ્નમાં હનુમાનજી ફરી આવ્યા અને તેમને મહામાયા કુંડમાંથી મૂર્તિ કાઢીને મંદિરમાં સ્થાપિત કરવા કહ્યું.

રાજાએ હનુમાનજીના નિર્દેશોનું પાલન કર્યું હતું અને કુંડમાંથી મૂર્તિ બહાર કાઢી હતી. જોકે, હનુમાનજીની મૂર્તિ સ્ત્રી રુપમાં જોઈને બધાને આશ્ચર્ય થયું હતું. આ પછી મહામાયા કુંડમાંથી બહાર કાઢેલી મૂર્તિને વિધિ વિધાનથી મંદિરમાં સ્થાપિત કરવામાં આવી હતી. મૂર્તિ સ્થાપના પછી રાજા બીમારીમાંથી સંપૂર્ણ મુક્ત થયો હતો.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *