ભાવનગરના ભેગાળી ગામના યુવા પત્રકાર અને ઉપસરપંચ તેમને જન્મ દિવસની ઉજવણીમા બાળકોને પેન અને સ્કૂલ બેગનું વિતરણ કર્યું
ભાવનગરના ભેગાળી ગામના યુવા પત્રકાર અને ઉપસરપંચ તેમને જન્મ દિવસની ઉજવણીમા બાળકોને પેન અને સ્કૂલ બેગનું વિતરણ કર્યું
નાની ઉંમરના ઉપસરપંચે બાળકો અને સમાજ સેવાનું કાર્ય કરીને ભારતની તંદુરસ્ત લોકશાહીનો પરિચય આપ્યો છે ગોહિલવાડ એ સંતો અને શૂરાની ભૂમિ છે
તો સાથે દાન- સખાવત કરવાં માટે પણ આ ભૂમી પાછળ પડતી નથી અનાથ વૃધ્ધો માટે જમવાં કપડાં સહિતની વ્યવસ્થા કરવાની હોય કે સામાજિક ધાર્મિક કોઇપણ કાર્ય હોય આ ધરાં પરથી કોઇને કોઇને મદદનો હાથ આગળ આવતો રહ્યો છે
આવાં જ એક કિસ્સામાં માત્ર ૨૩ વર્ષની ઉંમરના અને ભાવનગરના તળાજાના ભેગાળી ગામના ઉપસરપંચશ્રી પી.ડી ડાભીએ તેમના જન્મ દિવસે ગામની શાળાના ધોરણ -૧ માં પ્રવેશ મેળવેલાં ભૂલકાઓને પેન્સીલ અને સ્કૂલ બેગનું વિતરણ કર્યું હતું
શાળા પ્રવેશોત્સવ બે દિવસ બાદ જ રાજ્યમાં યોજાવાં જઇ રહ્યો છે ત્યારે શાળા શિક્ષણની કેવી જ્યોત સમાજમાં પ્રજ્વલિત થઇ છે તેનું પણ આ ઉમદા ઉદાહરણ છે
તેમણે આ ઉપરાંત ભેગાળી ગામની શાળાના ૨૦૦ વિદ્યાર્થીઓ અને જયજનની વિદ્યા સંકુલ બપાળાના પાટીયા પાસે , તળાજાના ૧૧૦૦ વિદ્યાર્થીઓ મળી કુલ -૧,૩૦૦ વિદ્યાર્થીઓને પેન્સીલનું વિતરણ કરીને તેમના જન્મદિવસની ઉજવ ણીને સાર્થક બનાવી હતી . બહુ નાની ઉંમરે ગામના ઉપસરપંચ બનેલાંશ્રી પી.ડી.ડાભીએ પોતાની નાની ઉંમર છતાં સમજણમાં મોટા હોવાની આના દ્વારા સમાજને સાબિતી આપી છે
નાની ઉંમરમાં પણ આવી સમજ દ્વારા ભારતની લોકશાહી કેવી પુખ્ત બની ગઇ છે કે એક નાના ગામના ઉપસરપંચને પણ સમાજ ખાસ કરીને શિક્ષણની ચિંતા છે
કોઇ વસ્તુ કેટલાં કિંમતની છે તેના કરતાં તેના પાછળનો ભાવ કેટલો અગત્યનો છે તે મહત્વનું આ રીતે પી.ડી. ડાભીએ ભારતનું ભાવી એવાં બાળકો વચ્ચે તેમના જન્મ દિવસની ઉજવણી કરીને ભારતની લોકશાહી દિવસેને દિવસે વધુ પરિપક્વ અને તંદુરસ્ત બની રહી છે અને યુવા લોકો તેનું સફળતાપૂર્વક નેતૃત્વ લઇ રહ્યાં છે . તે ભારતના આશાસ્પદ ભાવિના દર્શન કરાવે છે .