જુવો આમિર ખાન ની પુત્રી તેના બોયફ્રેન્ડ સાથે જોવા મળી….જુવો તસ્વીર
અભિનેતા આમિર ખાનની પુત્રી આયરા ખાન તેની લવ લાઈફને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. તેણી ક્યારેય પોતાના સંબંધો વિશે ફિલ્ટર રાખવાનું પસંદ કરતી નથી. ઈન્સ્ટાગ્રામ પર તે અવારનવાર તેના બોયફ્રેન્ડ સાથે ફોટો વીડિયો શેર કરતી રહે છે આયરા ખાન સેલિબ્રિટી ફિટનેસ ટ્રેનર નૂપુર શિખરેને ડેટ કરી રહી છે. 2020માં રિલેશનશિપમાં આવેલા બંને તેમની બેજોડ કેમેસ્ટ્રીને કારણે ચર્ચામાં જોવા મળે છે.
25 વર્ષીય આયરાએ નુપુર શિખર સાથે 2 તસવીરો શેર કરી છે. બેકગ્રાઉન્ડમાં વાદળો જોવા મળી રહ્યા છે. નૂપુર શિખરે પોસ્ટની નીચે ‘લવ યુ’ નોટ લખી છે હાલમાં તેણે પોતાની દાદી ઝીનત હુસૈન સાથેના કેટલાક ફોટા શેર કર્યા છે.
ફોટોમાં તે પોતાના બોયફ્રેન્ડ નુપુર શિખર સાથે જોવા મળી રહી છે. બંને દાદી સાથે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. આયરા ખાન છેલ્લા બે વર્ષથી નૂપુર શિખરેને ડેટ કરી રહી છે. આમિરની માતા ઝીનત હુસૈન પણ આયરાની બોયફ્રેન્ડ નુપુરને મળીને ખૂબ જ ખુશ છે.
ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતા આયરાએ કેપ્શનમાં લખ્યું હતું કે રેન્ડમ ફોટો બોમ્બ. તેમની આ તસવીરોને જોઈને ચાહકો ખૂબ જ વખાણ કરી રહ્યા છે. આયરા અને નુપુરનો પરિવાર પણ એકબીજાની ખૂબ નજીક છે.
આ કપલે ગયા વર્ષે તેમના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા હતા. આયરા ખાને મ્યુઝિક કોર્સ પણ કર્યો છે અને તેનો ભાઈ જુનૈદ પિતા આમિર ખાનને ફિલ્મ પ્રોડક્શનમાં મદદ કરે છે. આયરા ખાન આમિર ખાનની પહેલી પત્ની રીના દત્તાની દીકરી છે.