સુપાસી ખાતે આહીર હીરાભાઈ જોટવા ના આંગણે અખિલ ભારતીય આહીરાણી મહારાસ સ્મુતિ મહોત્સવ યોજાયો
સુપાસી ખાતે આહીર હીરાભાઈ જોટવા ના આંગણે અખિલ ભારતીય આહીરાણી મહારાસ સ્મુતિ મહોત્સવ યોજાયો
ભગવાન દ્વારકાધીશ ના સાનિધ્ય માં 23 અને 24 ડિસેમ્બર ના રોજ એક આહીરાણી બહેનો દ્વારા ઇતિહાસ રચાયો હતો જેનું સ્થાન ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોડ માં થયું જે અખિલ ભારતીય આહીરાણી મહારાસ ના નામે ખુબ જ પ્રસિદ્ધ થયો હતો જે મહારાસ માં ભાગ લીધેલ બહેનોને સુપાસી મુકામે આહીર સમાજ ના અગ્રણી હીરાભાઈ જોટવા દ્વારા એક સ્મુતિ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં મહારાસ ની બહેનોને મુમેન્ટ તેમજ પ્રમાણ પત્ર આપી સન્માન કરવામાં આવ્યા હતા. આહીરાણી મહારાસના આયોજકો, કલાકરો, આહીર સમાજ ના પત્રકારો, ડોકટરો, પ્રોફેસરો અને સમાજ ના શ્રેષ્ઠીઓના પણ મુમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યા હતા
આહીર સમાજના આગેવાન, ભામાશા અને પીઠ કોંગ્રેસી નેતા હીરાભાઈ જોટવા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યા હતા આ મહોત્સવ માં હરિયાણા, ઉત્તરપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, દિલ્હી ગુજરાત જેવા અનેક રાજ્યો માંથી આહીર સમાજ ના અગ્રણીઓ, અને સંતો ઉપસ્થિત રહ્યા હતા.
આહીર કાળુભાઇ