અમરેલીના ખાંભા તાલુકાના વાંગધ્રા રેવન્યુ વિસ્તારના ખેડૂતો થયા ત્રાહિમામ જંગલી ભૂંડના ત્રાસથી ખેડૂતો…
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના વાંગધ્રા રેવન્યુ વિસ્તારમાં જંગલી ભૂંડના ત્રાસથી ખેડૂતો ત્રાહિમામ. અમરેલી ખાંભાના વાંગધ્રા ગામના ખેડૂત કથડભાઈ ભાણાભાઈ ખસીયા ના વાંગધ્રા ડેડાણ રોડ નજીક આવેલ ખાતા નં.432 અને સર્વે નં.84માં 5 વિઘા માં મગફળીનું વાવેતર કરેલ હોય જે જંગલી ભૂડના ટોળાએ સંપુર્ણ નાશ કરી મોંઘા ભાવના બિયારણ નું નુકશાન કરતા ખેડૂત ઉપર આભ ફાટ્યું હોય તેવી દશા થઈ છે.
આ વાતની જાણ થતાં ગામના જાગૃત સરપંચ શ્રી નરેશભાઈ વાવડિયાએ ખેડૂતની રૂબરુ મુલાકાત લઈ અને સરકારને રજૂઆત કરી વળતરની સરકારને રજૂઆત કરવાની બાહેધરી આપી હતી ગામલોકો જંગલી ભૂંડના કંટારી ગયા છે.
વાંગધ્રા ગામ જંગલને અડીને આવેલ હોવાથી જંગલી ભૂંડના ત્રાસથી ગામજનોએ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ચોમાસાના પ્રારંભે જ જંગલ વિસ્તારના ગામડાઓમાં જંગલી ભૂંડના આંતકથી ગામ આખું તોબા પોકારી ઉઠ્યુ છે ને ગામમાં જંગલી ભૂંડના સામ્રાજ્યથી સ્થાનિક ગ્રામજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે