BreakingGujarat

શું તમે જાણો છો! આ મહિલા કરે છે અંજીર ની ખેતી, અને કમાઈ છે આટલી કમાણી….જુઓ

Spread the love

અમરેલી જિલ્લાના મોટા આંકડિયા ગામના મહિલા ખેડૂતે લોકડાઉનમાં જિલ્લામાં સૌપ્રથમ વખત અંજીરની ખેતી કરવાનું શરૂ કર્યું હતું. મહિલાને અંજીરના ત્રણ પાક લીધા બાદ 8 થી 10 લાખની કમાણી થઈ હતી.

વિલાસબેન દિનેશભાઈ સવસૈયા પોતાના સાત વીઘા જમીનની અંદર લોકડાઉન સમયે અંજીર વાવેતર કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ ઓર્ગેનિક ખેતી સાથે અંજીરનું વાવેતર કરાયું હતું.ત્રણ પાક અંજીરના લેવામાં આવ્યા હતા. ત્રણેય પાકમાં સાતથી આઠ લાખ રૂપિયાની કમાણી થઇ હતી. વિલાસબેનના પતિ દિનેશભાઈએ ચીનમાં એક ફાર્મ હાઉસમાં રોકાયા અને અંજીરની ખેતી વિશે તમામ માહિતી મેળવી હતી. એ જ સમયે કોરોનાની મહામારી આવતા લોકડાઉન થયું હતું. બાદ તેવો મલેશિયાથી આંધ્રપ્રદેશ અને આંધ્રપ્રદેશથી અમરેલીના મોટા આંકડિયા ગામ ખાતે રોપા લાવવામાં આવ્યા હતા.

જિલ્લામાં અંજીરની ખેતી કરનાર પ્રથમ ખેડૂતો મહિલા વિલાસબેન

વિલાસબેને જણાવ્યું હતું કે, બે વર્ષથી પોતાના પતિ અને પોતાના બાળકો સાથે ખેતી કરે છે. લોકડાઉનમાં સમયમાં સુરત ખાતેથી વતન આવ્યા હતા. બાદમાં ખેતી કરવાનું નક્કી કર્યું હતું અને અમરેલી જિલ્લામાં સૌપ્રથમ વખત અંજીર ખેતી શરૂ કરવામાં આવી હતી. વિલાસબેનના ખેતરમાં હાલ 3400 છોડ અંજીરના વાવવામાં આવ્યા છે.આ છોડમાંથી ત્રણ પાક લેવામાં આવ્યા છે.જેમાંથી 7.5 લાખ થી 8 લાખ સુધીની કમાણી થઇ છે.

પ્રતિ કિલોએ 1200 થી 1,600 રૂપિયા મળ્યા હતા

વિલાસબેન અને તેના પતિને પ્રગતિશીલ ખેડૂતનો દરજ્જો આપવામાં આવ્યો છે. ચાઇનાથી પ્રોસેસિંગ મશીન લાવ્યા છે. અંજીરનું પ્રોસેસિંગ કરી અને ખુલ્લા માર્કેટમાં વેચાણ કરે છે. ખુલ્લા માર્કેટમાં પ્રોસેસિંગ કરેલા અંજીરનો ભાવ પ્રતિ કિલોએ 1200 થી 1,600 રૂપિયા મળ્યા હતા. અમરેલી અને આજુબાજુના જિલ્લામાં, સુરતમાં હાલ અંજીરનું વેચાણ કરે છે.સંપૂર્ણ ઓર્ગેનિક અંજીર હોવાને લઈને મોટી સંખ્યામાં લોકો અફઘાનથી આયાત કરવામાં આવતા અંજીર કરતા ઓર્ગેનિક અંજીરમાં વધુ મીઠાશ હોવાથી મોટા આંકડિયા ગામના અંજીર વધુ પસંદ કરે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Bhavnagar Media” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Bhavnagar Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *