BhavnagarGujarat

તળાજા તાલુકાનાં રાજપરા ગામે ગ્રામજનો દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત

Spread the love

તળાજા તાલુકાનાં રાજપરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ગ્રામજનો દ્વારા વ્યાપક પ્રતિસાદ અપાયો હતો.આ તકે ગ્રામજનોએ સંકલ્પ રથના માધ્યમથી કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની અનેકવિધ યોજનાની માહિતી અંગે શોર્ટફિલ્મ નિહાળી હતી.ભારતને વિકસિત રાષ્ટ્રની હરોળમાં લાવવા ગ્રામજનોએ સામુહિક શપથ લીધા હતા.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ પણ ગ્રામજનોને યોજનાકીય માહિતીની જાણકારી આપી યોજનાનો લાભ લેવા તેમજ વંચિત લાભાર્થીઓને જાગૃત કરવા અનુરોધ કર્યો હતો.મેરી કહાની,મેરી જુબાની હેઠળ સ્થાનિક લાભાર્થીઓએ પણ યોજનાનાં લાભથી પોતાના જીવનમાં આવેલા પરિવર્તન અંગેની સફળવાર્તા ગ્રામજનો સમક્ષ પ્રસ્તુત કરી હતી. શાળાનાં બાળકો દ્વારા રંગારંગ કાર્યક્રમ કરવામાં આવ્યાં હતાં.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી ગૌતમભાઈ ચૌહાણ સહિત તાલુકા અને જિલ્લાનાં પદાધિકારી અને અધિકારીઓ,સ્થાનિક અગ્રણીશ્રી,ગામના આગેવાનો,સંબંધિત વિભાગના કર્મચારીશ્રીઓ,શાળાના બાળકો સહિત લાભાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *