ગજબ ની પ્રેમ કહાની ! હિન્દુ યુવક સાથે પ્રેમ થતે યુવતી રુબીના માથી રક્ષા બની ગઈ અને પછી….જાણો વિગતે
લોકો દ્વારા કહેવામાં આવતું હોય છે કે ભગવાન જોડી બનાવીને મોકલતા હોય છે કોઈના હાથમાં કઈ હોતું નથી.દરેક લોકોને પોતાનો જીવનસાથી નસીબ થી જ મળતો હોય છે.જેના નસીબમાં જે લખ્યું હસે તે તેને મળીને જ રહેશે. હાલમાં સોશિયલ મીડિયામાં એક એવી જોડી જોવા મલી છે જે જોઈ દરેક લોકો હેરાન રહી ગયા છે. આ કિસ્સો મધ્યપ્રદેશ ના ખંડવા માં મહાદેવગઢ શિવ મંદિર માં એક મુસ્લિમ યુવતી એ હિન્દુ યુવક ની સાથે મંદિર મા લગ્ન કરીને સનાતન ધર્મ અપનાવ્યો છે
રૂબીના નામની આ છોકરી હવે ‘ રક્ષા ‘ બની ગઈ છે. આ યુવક અને યુવતી બંને બુરહાનપુર ના રહેવાસી છે અને ખંડવા આવીને બંને એ લગ્ન કર્યા છે. રક્ષા બનેલી રૂબીના નું કહેવું છે કે તેને નાનપણ થી જ સનાતન ધર્મ આકર્ષિત કરતો હતો. આ ધર્મ માં મહિલાઓનું બહુ જ સન્માન કરવામાં આવે છે અને તેને દરેક હિન્દુ તહેવારો પણ સારા લાગે છે. વાસ્તવમાં બુરહાનપૂરના રહેવાસી પ્રતિક સોલંકી અને ત્યાં ની જ રહેવાસી રૂબીના ની વચ્ચે પ્રેમ સબંધ ચાલી રહ્યો હતો.
રૂબીના પ્રતિક ની સાથે લગ્ન કરવા માંગતી હતી પ્રતિક ના પરિવારના લોકો મુસ્લિમ છોકરી સાથે લગ્ન કરાવવા માટે રાજી હતા પરંતુ રૂબીના ના પરિવાર વાળા આ બાબતે રાજી નહોતા. આથી રૂબીના અને પ્રતિક ખંડવા પહોચ્યા, અને અહી આવીને મહાદેવગઢ શિવ મંદિર માં બંને એ લગ્ન કરી લીધા. આ લગ્નમાં પ્રતિક નો પરિવાર ઉપસ્થિત રહ્યો હતો પરંતુ રૂબીના ના પરિવારમાંથી કોઈ પણ આવ્યું નહોતું. લગ્ન ની પઝેલા રૂબીના એ સનાતન ધર્મ અપનાવ્યો હતો તેનું નામ રૂબીના થી રક્ષા કરવામાં આવ્યું. આના પછી બહુ બધા લોકોની ઉપસ્થિતિઓમાં આ બંને ના લગ્ન સંપન્ન કરવામાં આવ્યા.
રૂબીના એ કહ્યું કે હું પ્રતિક ની સાથે બહુ જ સમયથી રિલેશનશિપ માં હતી અને લગ્ન કરવા માંગતી હતી. તેને સનાતન ધર્મ પસંદ છે કેમકે આ ધર્મ મહિલાઓને બહુ જ સન્માન મળે છે. મને હિન્દુ રીત રિવાજો બહુ જ પસંદ છે અને બધા તહેવારો પણ આભૂ જ પસંદ છે. મહદેવગઢ શિવ મંદિર ના સંરક્ષક અશોક પાલિવાલ એ જણાવ્યુ કે રૂબીના નામની મુસ્લિમ છોકરી એ સનાતન ધર્મ અપનાવીને પોતાના પ્રેમી સાથે મંદિરમાં લગ્ન કર્યા છે. હવે તેનું નામ રક્ષા થઈ ગયું છે. તેનું કહેવું છે કે તે બાળપણ થી જ સનાતન ધર્મ થી પ્રભાવિત છે.