જોઈએ આજના સમાચાર મહુવાના અમૃતવેલ ગામે લોક જાગૃતિ ની બહુજન મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
તેમાં કોળી સમાજના લોકો મુસ્લિમ સમાજના લોકો અનુસૂચિત જાતિના લોકો એમ ત્રણેય સમાજના લોકો એકઠા થયા. અને સમાજ સુધારક ની વાતો કરવામાં આવી.જેમાં 110 લોકો ઉપસ્થિત રહ્યા. જેમા મહિલાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. બધાએ સાથે ભોજન પણ લીધું હતું. આવનારા સમયમાં મહુવા તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમા વૈચારિક ક્રાંતિ કેવી રીતે આવે તેની પણ વાત કરવામાં આવી હતી.
અને ભાજપ કોંગ્રેસ આપ આ રાજકીય પક્ષો આ પછાત સમાજ ની શોષણ કરે છે.અને જાતિવાદ રાખે છે.જેમાં સામાજીક કાર્યકર ભૂપત ભાઈ વાઘ ના નિવાસ સ્થાને મીટીંગ આયોજન કરવામાં આવ્યું હતું.
જેમા ધરમશી ભાઈ ઢાપા વ્યવસ્થા પરિવર્તનના રાષ્ટ્રીય અધ્યક્ષ કેબી બાબરીયા વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર સોશિયલ એક્ટિવીસ યુવા આગેવાન દેવેન્દ્ર ચુડાસમા સાહેબ બલુભાઈ બારૈયા,રમેશ ભાઈ શીયાળ,અરવિંદભાઈ શિયાળ અશોક ભાઈ ભાલિયા,આણંદભાઈ ભીલ,સુરેશભાઈ સાખટ,હિંમતભાઈ ચુડાસમા, રમેશભાઈ વાઘ અને અમૃતવેલ ગામની યુવા ટીમ વગેરે સામાજિક યુવાનો એકઠા થયા. અને સમાજના હક અને અધિકાર કોણ છીનવી રહ્યું છે?
સાચા દોસ્ત અને દુશ્મની ઓળખ પણ કરાવી? સુપ્રીમ કોર્ટના જજો કેટલા છે? પ્રોફેસરો કેટલા છે? કોના ભાગની કોણ નોકરી ખાય છે? તેની પણ વાત કરવામાં આવી.આવનારા સમયની અંદર ફરીવાર નવું આયોજન કરશે તેની પણ વાત કરવામાં આવી હતી. રિપોર્ટર દેવેન્દ્ર ચુડાસમા નીચાકોટડા