બપોર બાદ ભાવનગરમા ખુબજ ધોધમાર વરસાદ આવ્યો, જેમા કુંભારવાડા અંડર..
ભાવનગર શહેરમાં બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને વરસાદ શરૂ થવાને લઈને શહેરના અનેક વિસ્તારો માં પાણી ભરાયા હતા.
ધોધમાર વરસાદને લઈને શહેરના કુંભારવાડા અંડર બ્રિજમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.
રેલવે ફાટક બંધ થતા મજબૂરી થી લોકો જીવના જોખમે અંડરબ્રિજ માંથી પસાર થવા મજબૂર બન્યા હતા. વરસાદને લઈને અંડર બ્રિજમાં પાણી ભરાવાની મુશ્કેલી અંગે લોકો દ્વારા અનેક વાર રજૂઆતો કર્યા છતાં તંત્ર આંખ આડા કાન કરતુ હોય અને સમસ્યાનું નિરાકરણ લાવવામાં અસફળ રહ્યું હોવાનો લોકો દ્વારા આક્ષેપ કરાયો હતો.