ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડની સુપર્બ કામગીરી રોકડ રૂ.૧૮,૫૮૦/- સહિત કુલ રૂ.૭૯,૫૮૦/-નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હારજીતનો તીનપત્તીનો જુગાર રમતાં પાંચ પુરૂષોને ઝડપી પાડયા.
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ, પો.સબ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પી.બી.જેબલીયા, એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ કર્મચારીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
તા.૦૭/૧૧/૨૦૨૩ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડના માણસો શિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન શિહોરના નેસડા ખાર વિસ્તાર બાવળની કાંટમાં ગંજીપતા નાં પાના વડે પૈસાનો હારજીતનો તીનપતીનો જુગાર રમાતો હોવાની માહિતી આધારે રેઇડ કરતાં નીચે મુજબનાં માણસો નીચે મુજબનાં મુદ્દામાલ સાથે જુગાર રમતા પકડાય ગયેલ. તેઓ વિરૂધ્ધ શિહોર પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.
પકડાયેલઆરોપી
1. રાહુલભાઇ માસાભાઇ ડાંગર ઉ.વ.૩૩ રહે. ભોળાદ તા.શિહોર જી ભાવનગર
2. નિતિનભાઇ મુકેશભાઇ વાજા ઉ.વ.૩૪ રહે.પુરીનો ચોક, કરચલીયાપરા, ભાવનગર
3. અનિલભાઇ જીવરાજભાઇ મકવાણા ઉ.વ.૪૧ રહે.પુરીનો ચોક, કરચલીયા પરા, ભાવનગર
4. મુકેશભાઇ ધનજીભાઇ વાઘેલા ઉ.વ.૩૩ રહે.પુરીનો ચોક, કરચલીયા પરા, ભાવનગર
5. અનિરૂધ્ધ ઉર્ફે વિજય શામજીભાઇ ચૌહાણ ઉ.વ.૪૩ રહે.દાંતિયાવાળી શેરી,કરચલીયા પરા,ભાવનગર
તેમની પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલ
ગંજીપત્તાનાં પાના-૫૨ તથા રોકડા રૂ.૧૮,૮૫૦/-,મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૧,૦૦૦/-,એકસેસ સ્કુટર કિ.રૂ.૪૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૭૯,૫૮૦/- નો મુદ્દામલ જપ્ત કરેલ.
આ સમગ્ર પ્રકરણમાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા,પી.બી.જેબલીયા તથા પોલીસ કર્મચારી દિપસંગભાઇ ભંડારી,હરેશભાઇ ઉલ્વા,હિરેનભાઇ સોલંકી, હરિચંદ્દસિંહ ગોહિલ,નિતીનભાઇ ખટાણા વગેરે જોડાયાં હતાં.