BhavnagarBreakingcrimeGujarat

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમની જોરદાર કામગીરી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૬૦ તથા બિયર ટીન-૧૯૨ કિ.રૂ.૪૦,૮૦૦/-સહિત કુલ રૂ.૧,૪૦,૮૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડયો.

Spread the love

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી પી.બી.જેબલીયા,શ્રી વી.વી.ધ્રાંગુ,શ્રી એમ.જે.કુરેશી તથા એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

તા.૨૯/૦૨/૨૦૨૪ના રોજ ભાવનગર,એલ.સી.બી.પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે,રવિન્દ્રસિંહ નોંધુભા જાડેજા રહે.ટોપ થ્રી પાસે,ભાવનગર વાળા તેઓના કબ્જા-ભોગવટાની કાર રજી.નંબર- GJ-04-AP-9921 માં બહારથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરીને સીદસર બાયપાસ રોડથી બુધેલ તરફ જવાના છે.જે બાતમી આધારે ભાવનગર,વાળુકડ-સીદસર રોડ ઉપર વોચમાં રહેતાં નીચે મુજબના આરોપી નીચે મુજબના ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની ફોર સેલ ઇન દાદરાનગર હવેલી ઓન્લી લખેલ બોટલો તથા બિયર ટીન સાથે હાજર મળી આવેલ.તેના વિરૂધ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી રવિન્દ્રસિંહ નોંઘુભા જાડેજા ઉ.વ.૪૨ ધંધો-ડ્રાયવીંગ રહે.ફલેટ નં.૪૦૧,શિવકુંજ-૨,ટોપ થ્રી પાસે,ભાવનગર

રેઇડ દરમ્યાન કબ્જે કરેલ મુદ્દામાલ
1. સીગ્રામ ઇમ્પીરીયલ બ્લ્યુ હેન્ડ પીક્ડ ગ્રેઈન વ્હીસ્કી ૭૫૦ ML કાચની કંપની સીલપેક બોટલ નંગ-૩૬ કિં. રૂ.૨૧,૬૦૦/-
2. કોપન હેગન ડેનમાર્ક ટુ બોર્ગ પ્રિમીયમ બિયર ૫૦૦ ML કંપની સીલપેક ટીન નંગ-૧૯૨ કિં.રૂ.૧૯,૨૦૦/-
1. મરૂન કલરની સેવરોલેટ કંપનીની ઓપટ્રા મેગનમ કાર રજી.નંબર- GJ-04-AP-9921 કિ.રૂ.૧,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૧,૪૦,૮૦૦/-નો મુદ્દામાલ

કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ.ઇન્સ.શ્રી પી.બી.જેબલીયા,શ્રી વી.વી.ધ્રાંગુ,શ્રી એમ.જે.કુરેશી તથા સ્ટાફનાં મહેન્દ્દભાઇ ચૌહાણ,વિઠ્ઠલભાઇ બારૈયા,અનિલભાઇ સોલંકી,સંજયભાઇ ચુડાસમા,રાજેન્દ્દભાઇ બરબસીયા,પ્રજ્ઞેશભાઇ પંડયા,હસમુખભાઇ પરમાર,


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *