બોટાદ જિલ્લાના ખસ ગામે સમસ્ત કોળી સમાજ દ્વારા બાળ ઘડતર અને ઈનામ વિતરણ કાર્યક્રમ ગુજરાત કોળી સેના ના યુવા પ્રમુખ દિવ્યેશભાઈ સોલંકી ની હાજરી માં યોજાયો.
તારીખ 05-11-23 ના રોજ બોટાદ જિલ્લાના ખસ ગામ ખાતે ગામ સમસ્ત કોળી સમાજ દ્વારા આયોજિત બાળ ઘડતર કૌશલ્ય એવમ્ ચતુર્થ વિદ્યાર્થી સન્માન સમારોહ કર્યાક્રમ યોજાયો.તેમાં કોળી સેના યુવા પ્રમુખ ગુજરાત શ્રી દિવ્યેશભાઈ પરસોત્તમભાઈ સોલંકી ને બોટાદ જિલ્લા કોળી સેના દ્વારા શ્રી કષ્ટભંજન દેવ દાદા નો ફોટો અર્પણ કરી સન્માન કરવામા આવ્યુહતું.
આ કાર્યક્રમ માં કોળી સેના બોટાદ જિલ્લા મહામંત્રી કેશુવભાઈ પંચાળા.(આરોગ્યાચેરમેન બોટાદ જિલ્લા) કોળી સેના બોટાદ જિલ્લા પ્રમુખ ભીખાભાઇ સોલંકી કોળી સેના બોટાદ જિલ્લા શહેર પ્રમુખ ધીરૂભાઇ રોજાસરા કોળી સેના બોટાદ જિલ્લા યુવા પ્રમુખ યોગેશ ભાઈ ડાભી કોળી સેના બોટાદ જિલ્લા મિડીયા સેલ ઇન્ચાર્જ વિજય ભાઇ હાજર રહ્યાં હતાં.
આ સમગ્ર કાર્યક્રમ માં આજુબાજુના ગામના સામાજિક અને રાજકીય આગેવાનો એ બહોળી સંખ્યામાં હાજર રહીને વિધ્યાર્થી નો ઉત્સાહ વધાર્યો હતો.