ગાંધીનગર માં 700 થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી જુઓ
ઉત્તરાયણની ઉજવણી દર વર્ષે 14 મી જાન્યુઆરી એ કરવામાં આવેછે પરંતુ ગાંધીનગર માં કિશોર ઇન્સ્ટિટયૂટ ના વિદ્યાર્થીઓ પ્રતિવર્ષ 13 મી જાન્યુઆરી એ ઉત્તરાયણની ઉજવણી પતંગ મહોત્સવ દ્વારા કરે છે.
આ દિવસે 700 થી વધુ વિદ્યાર્થીઓ વિશાળ ધાબા ઉપર એકઠા થઈ પતંગ ઉડાડી આનંદ માણે છે તેમજ ચીકી, લાડુ, તલની માતર વગેરે આરોગી આનંદ માણ્યો હતો. પતંગોત્સવ પ્રસંગે સંસ્થાના સંચાલકો, શિક્ષકો તેમજ કર્મચારીઓ પણ જોડાયા હતા.
આ પ્રસંગે સંચાલક ડોક્ટર અજયરાજસિંહ રાજપૂતએ જીવદયા ને ધ્યાન માં રાખી, જાહેરાત કરી હતી કે ગૂંચળાદોરી એક કિલો ના રૂ 100 ના ભાવે 20 મી જાન્યુઆરી સુધી ખરીદવામાં આવશે. તેમજ પક્ષીઓ ને ઇજા થઇ હોય તો તેમને બચાવ માટે જાહેર કરાયેલા મો. નબરો નો ઉપયોગ કરવા સૂચવ્યું હતું