કૉંગ્રેસના ઉમેદવારે ઉઠાવ્યા સવાલ, ભાવનગર EVMના સ્ટ્રોંગ રૂમનો મામલો, કલેકટરે કહ્યું….
ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠકની 1 ડીસેમ્બરે ચૂંટણી પૂર્ણ થયા બાદ તમામ બેઠકોના EVM ભાવનગરની સરકારી ઈજનેરી કોલેજ ખાતે બનાવાયેલા સ્ટ્રોંગ રૂમમાં રાખી દેવામાં આવ્યા છે. ત્યારે ગારિયાધાર બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર દિવ્યેશ ચાવડાએ આજે સ્ટ્રોંગ રૂમને લગાવાયેલા સીલને લઈ સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે, સ્ટ્રોગ રૂમના તાળા પર સીલ મારેલું હોવા છતા ચાવી લાગી જાય તેવી સ્થિતિ છે. આ સમગ્ર મામલે કલેકટર અને ચૂંટણી અધિકારીએ કહ્યું હતું, સ્ટ્રોંગ રૂમ ચૂંટણી પંચના પ્રોટોકોલ મુજબ સંપૂર્ણ સુરક્ષિત છે. લોકોએ આવી આફવાથી દૂર રહેવું જોઈએ.
ગારિયાધાર કૉંગ્રેસના ઉમેદવારે સુરક્ષાને લઈ સવાલો ઉઠાવ્યા ગારિયાધાર કૉંગ્રેસના ઉમેદવાર આજે ભાવનગરની સરકારી ઈજનેરી કોલેજમાં આવેલા સ્ટ્રોંગ રૂમ પર પહોંચ્યા હતા. ચાવડાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, સ્ટ્રોંગ રૂમ પર જે તાળું મારવામાં આવ્યું છે તેમાં ચાવી લાગી જાય તે રીતે તાળુ મારવામાં આવ્યું છે. આ મામલે અમે રિટર્નિંગ ઓફિસરનું ધ્યાન દોર્યું છે.
ભાવનગરના ચૂંટણી અધિકારી ડી.કે.પારેખ ECના પ્રોટોકોલ મુજબ સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત છે- ચૂંટણી અધિકારી ભાવનગરના ચૂંટણી અધિકારી અને કલેકટર ડી.કે. પારેખે કહ્યું કે, તમામ ઉમેદવારોના એજન્ટની હાજરીમાં જ સ્ટ્રોંગ રૂમ સીલ કરવામાં આવ્યા છે. ઈલેકશન કમિશનની ગાઈડલાઈન પ્રમાણે જ સીલીંગ કરવામાં આવ્યું છે.
સ્ટ્રોંગ રૂમનું 24 કલાક વીડિયો રેકોર્ડીંગ થઈ રહ્યું છે તે તમામ ઉમેદવારોના એજન્ટ નિહાળી શકે તે માટે વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સ્ટ્રોંગ રૂમની સુરક્ષા માટે સશસ્ત્ર દળના જવાનો તૈનાત છે. અહીં આવતા જતા તમામ લોકોની વીડિયો ગ્રાફી થઈ રહી છે. ઈલેકશન કમિશનના પ્રોટોકોલ મુજબ સ્ટ્રોંગ રૂમ સંપૂર્ણ સુરક્ષિત છે. લોકો આવી અફવાથી દૂર રહે.