દીકરી ના લગ્નની કંકોત્રી મા ભાવનગર આ પરીવારે જે લખાવ્યું એ જોઈને આંખો પહોળી થઇ ગઈ…જુવો
હાલમાં લગ્નની સીઝન પુરજોશમાં ચાલી રહી છે બધા લોકો તેમના લગ્નને યાદગાર બનાવવા માટે ઘણો મોટો ખર્ચો કરતા હોય છે, આજે આપણે એક તેવા જ લગ્ન પ્રસંગ વિષે વાત કરીશું, ગુજરાતના એક પરિવારએ તેમના દીકરાના લગ્નમાં જે નિર્ણય લીધો હતો તેવો નિર્ણય આજ સુધી કોઈ પરિવારે લીધો ન હોય, આ પરિવારના લોકોએ તેમના દીકરાની લગ્નની કંકોત્રીમાં લખ્યું હતું.
આ પરિવારના લોકોએ તેમના દીકરાના લગ્નની કંકોત્રીમાં લખ્યું હતું કે અમારા દીકરાના લગ્નમાં જે ચાંલ્લાની રકમ આવશે તે બધી જ રકમ અમે સામાજિક સેવામાં વાપરીશું, આ પરિવાર ભાવનગર જિલ્લાના તણસા ગામમાં રહેતો હતો, આ ઉમાણી પરિવારે તેમના દીકરાના લગ્નમાં ખુબ જ ઉમદા ભર્યું કામ કર્યું હતું, આ પરિવારમાં રહેતા જાહીદભાઈએ જણાવ્યું હતું.
તેમના દીકરા મનીષના લગ્ન સુરેન્દ્રનગરમાં રહેતા સિકંદરભાઈની દીકરી સુમન સાથે નક્કી કરવામાં આવ્યા હતા, એક સમયે જાહીદભાઈ તેમની પત્ની અને દીકરા સાથે કારમાં બેસીને જઈ રહ્યા હતા તે સમયે તેમના દીકરા મનીષે તેના પિતાને કહ્યું કે લગ્નમાં આવતા મહેમાનોને કોઈ રીર્ટન ભેટ આપવી પડે એટલે જાહીદભાઈને તેમના દીકરાને કહ્યું કે તારા લગ્નમાં ચાંલ્લો લેવાની પ્રથા બંધ છે એ જ મહેમાનો માટે રીર્ટન ભેટ છે.
ત્યારબાદ જાહીદભાઈના મનમાં એક વિચાર આવ્યો કે લગ્નમાં આવતા લોકો જે ચાંલ્લો લખાવે તે બધી જ રકમ ભેગી કરીને આપણે કેટલીક સેવાકીય સંસ્થાઓ જેવી કે અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમમાં લગ્નમાં મળેલી બધી જ રકમ દાન કરીએ તો તે બધા લોકોને ઘણો ફાયદો થાય.
તે લોકો પણ તેમના સારા કામ માટે વાપરી શકે તો તેમનું પણ કામ થાય, આથી જાહીદભાઈ અને તેમના પરિવારના લોકોએ તેમના દીકરાના લગ્નમાં આવેલી રકમને ભેગી કરીને તે રકમને સેવાના કામમાં આપીને સમાજ માટે એક ઉત્તમ દાખલો બેસાડ્યો હતો. જાહીદભાઈએ તેમના દીકરાના લગ્નમાં આ કામ કરીને માનવતા મહેકાવી હતી.