BhavnagarBreakingcrimeGujarat

બોરતળાવ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇગ્લીંશ દારૂના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

Spread the love

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સબ ઇન્સ.શ્રી આર.એ.વાઢેર તથા પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ કર્મચારીઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ,પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટ સખત સુચના આપવામાં આવેલ.

ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે,ભાવનગર શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ઇગ્લીંશ દારૂના ગુન્હામાં નાસતાં- ફરતાં આરોપી-યુવરાજસિંહ નિકુભા ઝાલા રહે.સાથણ ગામ,તા.જોટાણા,જી.મહેસાણા, વાળો ભાવનગર શહેરમાં આખલોલ જકાતનાકા પાસે રોડ ઉપર ઉભો છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાંએ તપાસ કરતાં નીચે મુજબનો નાસતો-ફરતો આરોપી હાજર મળી આવતાં તેને ઝડપી લઇ બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.

નાસતાં-ફરતાં આરોપી:- યુવરાજસિંહ નિકુભા ઝાલા ઉવ.૨૩ ધંધો.પ્રઇવેટ નોકરી રહે.ગોવિંદવાડી, સાથણ ગામ, તા.જોટાણા, જી.મહેસાણા
ગુન્હો:- ભાવનગર શહેર, બોરતળાવ પો.સ્ટે. પાર્ટ-સી ગુ.ર.નં.૧૧૧૯૮૦૧૫૨૩ ૦૭૫૨/૨૦૨૩ પ્રોહી. કલમ.-૬૫(એ),(ઇ), ૧૧૬(બી), ૮૧,૯૮(૨), મુજબ
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ સબ ઇન્સ.શ્રી આર.એ.વાઢેર,તથા પોલીસ કર્મચારી ભયપાલસિંહ ચુડાસમા,જયદીપસિંહ ગોહીલ,અરવિંદભાઇ મકવાણા,સંજયસિંહ ઝાલા,મજીદભાઇ શમા,હરપાલસિંહ ગોહીલ


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *