વરલી મટકાનો જુગાર રમાડતાં ઇસમને રોકડ રૂ.૨૧,૨૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી લેતી ભાવનગર એલ.સી.બી
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી પી.બી.જેબલીયા,શ્રી વી.વી.ધ્રાંગુ,શ્રી એમ.જે.કુરેશી તથા એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
તા.૨૯/૦૨/૨૦૨૪ના રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતાં.તે દરમ્યાન હલુરીયા ચોકમાં આવતાં બાતમી મળેલ કે,લીલા કલરનો ચોકડીવાળો શર્ટ પહેરેલ મહેબુબ ઉર્ફે પોપટ વલીભાઇ લાખાણી રહે.ભાવનગરવાળો હલુરીયા ચોક,દિલબહાર આઇસ્કીમવાળા ખાંચામાં,વોરા વોડમાં ઉભો રહીને વરલી-મટકાના આંકડા લખી-લખાવી પૈસાની લેતી-દેતી કરી હાર-જીતનો જુગાર રમી રમાડે છે.જે માહિતી આધારે રેઇડ કરતાં નીચે મુજબનાં માણસ વરલી મટકાના આંકડા લખેલ નીચે મુજબનાં મુદ્દામાલ સાથે હારજીતનો જુગાર રમતા પકડાય ગયેલ.તેઓ વિરૂધ્ધ ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.
પકડાયેલ આરોપીઓ મહેબુબ ઉર્ફે પોપટ વલીભાઇ લાખાણી ઉ.વ.૩૪ ધંધો-શાકભાજીનો વેપાર રહે.ખાંટકીવાડ,રબ્બાની મસ્જીદ વાળા ખાંચામાં,રાજશ્રી સિનેમા પાસે,ભાવનગર
રેઇડ દરમ્યાન કબ્જે કરેલ મુદ્દામાલ વરલી-મટકાનાં આંકડા લખેલ ચીઠ્ઠી નંગ-૦૩ કિ.રૂ.૦૦/-,બોલપેન-૦૧ કિ.રૂ.૦૦/- તથા રોકડ રૂ.૨૧,૨૦૦/- મળી કુલ રૂ.૨૧,૨૦૦/- નો મુદ્દામાલ
સમગ્ર કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી પી.બી.જેબલીયા,શ્રી વી.વી.ધ્રાંગુ,શ્રી એમ.જે.કુરેશી તથા પોલીસ કર્મચારી મહેન્દ્દભાઇ ચૌહાણ,વનરાજભાઇ ખુમાણ,જયદિપસિંહ રઘુભા,જગદેવસિંહ ઝાલા,લગ્ધીરસિંહ ગોહિલ