BhavnagarBreakingcrimeGujarat

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ ની જોરદાર કામગીરી ભાવનગર જિલ્લાના અલંગ શીપયાર્ડ ખાતે ભંગાણ અર્થે દરિયાઇ માર્ગે લાવવામાં આવતાં ડેડ વેસલ્સ D.V.ERICAમાંથી થયેલ ચોરીનો ભેદ ઉકેલી કુલ રૂ.૪,૯૯,૫૦૦/-ના મુદ્દામાલ સાથે બે માણસોને ઝડપી પાડયા

Spread the love

ગઇ તા.૨૪/૦૩/૨૦૨૪ના રોજ મુકેશભાઇ હરીશચંદ્દ શર્મા રહે.સંસ્કાર મંડળ,ભાવનગરવાળાએ અલંગ મરીન પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ દાખલ કરાવેલ કે,“D.V.ERICA” નામનું ડેડ કન્ટેનર વેસલ્સ દિવથી ઘોઘાના દરિયાઇ માર્ગે ટગ મારફત ટોઇંગ કરીને અલંગ યાર્ડ પ્લોટ નંબર-૭૮માં લાવવામાં આવતું હતું.તે દરમ્યાન ઘોઘાના દરિયામાં એન્કર પોઇન્ટ ઉપર બોડીંગ કરવા માટે જતાં આ આ ડેડવેસલમાંથી દરિયાની અંદર ઇલેક્ટ્રીક કેબલ વાયર,કોપરનો પાઇપ,મેટલના વાલ્વ,ઇલેક્ટ્રીકનો સામાન અને બેરીંગ્સ મળી કુલ કિં.રૂ.૪૦,૮૦,૦૦૦/- ની ચોરી થયેલ હોવાનું જણાય આવેલ.

આ ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ મહુવા ડિવીઝનના એ.એસ.પી.શ્રી અંશુલ જૈન ,ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,એસ.ઓ.જી.પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી./એસ.ઓ.જી.ના પોલીસ અધિકારીઓ/કર્મચારીઓને દરિયામાં ભંગાણ અર્થે લાવવામાં આવતાં જહાજોમાંથી ચોરી કરતી ટોળકીને ઝડપી પાડી આ ચોરી શોધી કાઢવા માટે સખત સુચના કરવામાં આવેલ.

આ સુચના અને માર્ગદર્શન હેઠળ,ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો બનાવી આવાં પ્રકારની ચોરીના ગુન્હાઓમાં ભુતકાળમાં પકડાયેલ ચોર ઇસમોની માહિતી મેળવવાની,અગાઉ પકડાયેલ ચોર ઇસમોની ચોરી સમયે હાજરીની ચકાસણી કરવાની,અગાઉ આવાં પ્રકારની ચોરીમાં મળેલ મુદ્દામાલ ખરીદનાર ઇસમોની માહિતી મેળવવી,આ પ્રકારનો ચોરીનો મુદ્દામાલ હાલમાં કોણ-કોણ ખરીદ કરી શકે છે.વિગેરે મુજબનાં મુદ્દાઓની ખાતરી કરી આ વણશોધાયેલ ગુન્હો શોધી કાઢવા માટેની નેમ સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ/કર્મચારીઓ તપાસમાં જોડાય ગયેલ.આ દરમ્યાન ટેકનીકલ સોર્સ તથા હ્યુમન સોર્સ મારફત અગાઉ પણ આ શીપ માલિકના ડેડ વેસલમાં ચોરીમાં પકડાય ગયેલ ઇસમોએ જ આ ચોરીને અંજામ આપેલ હોવાની ફળદાયક હકિકત મળેલ.

જેથી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો દ્વારા અગાઉ ચોરીમાં પકડાયેલ ઇસમોની શોધખોળ ચાલુ કરી તેઓને પકડી લાવી પુછપરછ શરૂ કરેલ.આ ચોરીમાં સંડોવાયેલ નીચે મુજબનાં માણસો હાજર મળી આવતાં તેઓની સઘન અને યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરવામાં આવેલ.જેમાં આ બંને માણસો ભાંગી પડેલ અને તેઓએ તેના ટોળકીના સરદાર તથા ટોળકીના સભ્યો સાથે મળીને ઉપરોકત ડેડ વેસલમાંથી ચોરી કરેલ હોવાની કબુલાત કરી સાથે-સાથે આ ચોરીમાં મળેલ મુદ્દામાલ દરિયાની વચ્ચે સંતાડી રાખેલ હોવાથી તેઓને સાથે રાખીને આ ગુન્હામાં ગયેલ નીચે મુજબનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓઃ-
1. વિક્રમ હરજીભાઇ ગોહિલ ઉ.વ.૩૩ રહે.નિષ્કલંક રોડ, પ્લાન્ટ સ્ટેશન પાસે,કોળીયાક તા.જી.ભાવનગર
2. જગદિશ ઉર્ફે ગોપો પ્રવિણભાઇ મેર ઉ.વ.૨૦ રહે.હાથબ તા.જી.ભાવનગર હાલ-વાઘેલા મંડપવાળા ખાંચામાં, સુભાષનગર, ભાવનગર

કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલઃ- ઇલેક્ટ્રીક કેબલ વજન-૧૧૦૦ કિલોગ્રામ કિ.રૂ.૪,૯૯,૫૦૦/-નો મુદ્દામાલ

પકડાયેલ આરોપીઓનો ગુન્હાહિત ઇતિહાસઃ-

આરોપી વિક્રમ હરજીભાઇ ગોહિલ રહે.ભાવનગરવાળા વિરૂધ્ધ દાખલ થયેલ ગુન્હાઓઃ-

1. અલંગ મરીન પો.સ્‍ટે. એ પાર્ટ ગુ.ર.નં.૦૧૦૬/૨૦૨૨ ઇ.પી.કો. કલમઃ-૪૫૪,૪૫૭,૩૮૦,૪૧૧,૧૧૪ મુજબ
2. ઘોઘા પો.સ્ટે. પ્રોહિ. ગુ.ર.નં.૧૧૫૦/૨૦૨૧ પ્રોહિ.એકટ કલમઃ-૬૫ એ,એ,૧૧૬ બી, ૯૮(૨) મુજબ

આ ગુન્હાની સાથે-સાથે અલંગ મરીન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ M.V. HASAN ડેડ વેસલ્સમાંથી થયેલ ચોરી અંગે પણ તપાસ તજવીજ શરૂ છે.

આ સમગ્ર કામગીરીમાં એ.એસ.પી.શ્રી અંશુલ જૈન,પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,એ.આર.વાળા,પોલીસ સબ ઇન્સ.શ્રી પી.બી.જેબલીયા,વી.વી.ધ્રાંગુ,એમ.જે.કુરેશી તથા સ્ટાફના અનિરૂધ્ધસિંહ ગોહિલ,અશોકભાઇ ડાભી,મહેન્દ્દભાઇ ચૌહાણ,ભદ્દેશભાઇ પંડયા,મહેન્દ્દસિંહ સરવૈયા,લગ્ધીરસિંહ ગોહિલ,તરૂણભાઇ નાંદવા,જયદિપસિંહ રઘુભા,હસમુખભાઇ પરમાર,અરવિંદભાઇ બારૈયા તથા એલ.સી.બી./ એસ.ઓ.જી.ના અન્ય સ્ટાફ સહિતના જોડાયા હતાં.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *