માતા અને પુત્રએ ગુજરાતનુ ગૌરવ વધાર્યું…..દિલ્હી ખાતે વર્લ્ડ યોગ ચેમ્પિયન શીપમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી……
વર્લ્ડ યોગ ચેમ્પિયનમાં આહીર સમાજના માતા પુત્રએ ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા
દિલ્હી ખાતે યુનિવર્સલ યોગ એલાઈન્સ અને યુનિવર્સલ યોગાસન સ્પોર્ટ્સ ફેડરેશન દ્વારા ગાઝીયાબાદ દિલ્હી ખાતે વર્લ્ડ યોગ ચેમ્પિયન શિપ 2022નું આયોજન કરાયુ હતુ જેમાં ભાવનગર ખાતે બાગાયત વિભાગમાં નિયામક તરીકે ફરજ બજાવતા મહેશભાઈ વાધમશી ના પત્ની ભાવનાબેન મહેશભાઈ વાઘમશીએ વર્લ્ડ યોગ ચેમ્પિયન શીપમાં વ્યક્તિગત રમતમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યું
મહેશભાઈ અને ભાવનાબેન ના લાડલા પુત્ર જયકુમાર મહેશભાઈ વાઘમશી એ સાધીક રમતમાં માતા પુત્રએ સાથે રમી સમગ્ર દેશમાં પ્રથમ નંબર મેળવી ગોલ્ડ મેડલ હાંસલ કર્યું માતા પિતા,અષ્ટાંગ યોગ શાળા,આહીર સમાજ,જિલ્લા, રાજ્ય અને દેશની પ્રતિષ્ઠા વધારી અને ગૌરવ વધાર્યું તે બદલ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા