BhavnagarBreakingcrimeGujarat

ભાવનગર જિલ્લાના મહુવા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હત્યાના ગુન્હામાં રાજકોટ મધ્યસ્થ જેલમાં રહેલ પેરોલ રજા પરથી ફરાર પાકા કામના કેદીને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

Spread the love

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા તથા એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ,પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટ સખત સુચના આપવામાં આવેલ.

ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે,મહુવા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૧૨૩/૨૦૧૮ ઇ.પી.કો.કલમઃ-૩૦૨, ૩૯૪, ૩૬૫ મુજબના ગુન્હાનાં કામે રાજકોટ મધ્યસ્થ જેલમાં પાકા કામનાં કેદી તરીકે સજા ભોગવતાં પેરોલ રજા ઉપરથી ફરાર મનસુખ ઉર્ફે ભાવેશ હામાભાઇ મકવાણા રહે.મહુવાવાળો હાલ-દિહોર ગામમાં હાજર છે.જે બાતમી આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જઇ તપાસ કરતાં નીચે મુજબના પેરોલ રજા ઉપરથી ફરાર પાકા કામના કેદીને ઝડપી પાડી તેને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપી આપવા તજવીજ હાથ ધરેલ છે.

ફરાર પાકા કામના કેદીઃ-
મનસુખભાઇ ઉર્ફે ભાવેશભાઇ હામાભાઇ મકવાણા ઉ.વ.૩૮ રહે.સીંગલ જોડીયા હનુમાન પાસે,રેલ્વે સ્ટેશન પાસે, મહુવા જી.ભાવનગર મુળ-વાઘનગર તા.મહુવા જી.ભાવનગર

સમગ્ર કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા તથા પોલીસ કર્મચારી અશોકભાઇ ડાભી,તરૂણભાઇ નાંદવા,ભદ્દેશભાઇ પંડયા,મહેન્દ્દસિંહ સરવૈયા,પીનાકભાઇ બારૈયા જોડાયાં હતા.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *