GujaratReligious

ઘણા પ્રયત્નો કર્યા પછી પણ આ યુવકના લગ્નમાં વિઘ્ન આવી રહયા તો યુવકે માં મોગલને યાદ કરીને માનતા માની તો થયો એવો ચમત્કાર કે…

Spread the love

માં મોગલના પરચા આજે પણ અપરંપાર છે. માં મોગલને યાદ કરવાથી જ ભક્તોના બધા દુઃખો દૂર થાય છે, માં મોગલ તેમના ભકતોને કોઈ દિવસ દુઃખી થઇને તેમના દરવાજેથી પાછા જવા દેતા નથી, અત્યાર સુધી માં મોગલે લાખો કરતા પણ વધારે ભકતોના દુઃખો દૂર કર્યા છે, તેથી ભક્તો મોટી સંખ્યામાં માં મોગલના દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે.

માં મોગલે અત્યાર સુધી લાખો લોકોને સાક્ષાત પરચા પૂર્યા છે, હાલમાં એક યુવક દસ હજાર રૂપિયા લઈને પોતાની માનતા પુરી કરવા માટે કબરાઉ ધામમાં આવી પહોંચ્યો તો મણિધર બાપુએ કહ્યું કે બેટા તું શાની માનતા માની હતી તો યુવકે કહ્યું કે મારા લગ્ન થતા ન હતા તો તે માટે મેં ઘણા પ્રયત્નો કર્યા તો પણ મારા લગ્ન ના થયા.

તેથી મારા લગ્ન થઇ જાય તે માટે મેં માં મોગલને યાદ કરીને માનતા માની હતી. આ યુવકે માં મોગલએ કહ્યું કે હે માં મોગલ જો મારા લગ્ન થઇ જાય તો હું તમારા મંદિરમાં આવીને દસ હજાર રૂપિયા ચઢાવીશ. ત્યારબાદ માનતા માન્યાના થોડા જ સમયમાં આ યુવકની સગાઈ થઇ ગઈ અને કોઈપણ જાતની તકલીફ વગર મારા લગ્ન થઇ ગયા.

માં મોગલે આ યુવકની અધૂરી ઈચ્છા પુરી કરી તો તરત જ યુવક માં મોગલના ધામમાં આવી પહોંચ્યો અને મણિધર બાપુને દસ હજાર રૂપિયા આપ્યા તો મણિધર બાપુએ તે પૈસા પાછા આપીને કહ્યું કે આ પૈસા તું તારી બહેનને આપી દેજે,

માં મોગલએ તારી માનતા ૧૫૧ ઘણી સ્વીકારી, આ કઈ ચમત્કાર નથી માં મોગલ પર વિશ્વાસ રાખવાથી આ માનતા પુરી થઇ છે. તેથી ભક્તો મોટી સંખ્યામાં માં મોગલના દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *