તમારા બધાજ અટકેલા કામ પુરા થય જશે, ફોટો સ્પર્શ કરી વડમાં બિરાજમાન મહાકાળી માંના દર્શન કરો..
ગુજરાતમાં દરવર્ષે વિકાસના નામે લાખો વૃક્ષનું નિકંદન કરવામાં આવે છે. ત્યારે એવા વૃક્ષની વાત કરીએ જેની ડાળ તોડવાની પણ કોઈમાં હિંમત થતી નથી. ગાંધીનગર જીલ્લાના દહેગામ તાલુકાના કંથારપુર ગામે 500 વર્ષ જુનો વડ આવેલો છે. આ વડ મહાકાલીના વડથી પણ ઓળખાય છે. વડ 2.5 વિઘામાં પથરાયેલો છે જ્યારે વડની ઊંચાઈ 40 મીટર જેટલી છે. આ વડ ધાર્મિક મહત્વ પણ ધરાવે છે, વડના થળમાં મહાકાલીનું મંદિર પણ આવેલું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ મહાકાલીના દર્શન માટે આવતા હતા.
ગુજરાતમાં વિશાળ વૃક્ષમાં કબીરવડ બાદ કંથારપુર વડની ગણતરી થાય છે. આ વડ 40 મીટર ઊંચો અને 2.5 વિઘા જમીનમાં ફેલાયેલો છે. દર વર્ષે વડ ચારેબાજુ 3 મીટર જેટલી ફેલાય છે. વડની આયુષ્ય 500 વર્ષ માનવામાં આવે છે. વડને કારણે અહીં પ્રવાસન પણ વિક્સયું છે. લોકો ગરમીની ઋતુમાં વડ મુલાકાત અચૂક લેતા હોય છે.
વડ દર વર્ષે 3 ફૂટ જેટલો ફેલાય છે. વડની આસપાસ ખેડુતોની જમીન આવેલી છે. પણ ખેતરમાં વડ ભલે ફેલાય પણ ખેડૂતો તેને કાપતા નથી. વડ ન કાપવા બાબતે આસ્થા એવી છે કે સ્થાનિકો માને છે કે કોઈ વડને નુકસાન કરે તો તે વ્યક્તિને નુકસાન પહોંચે છે. જેના લીધે કોઈ પણ વ્યક્તિ વડને કાપવાની હિંમત કરતો નથી. તેથી જ આસપાસના ખેડૂતો પણ વડને પોતાના ખેતરમાં ફેલાવા દે છે પણ તેને કાપતા નથી. અહીં ખેડૂતોની જમીનની કિંમતની વાત કરીએ તો વિધાન 15થી 25 લાખ ભાવ છે. આમ છતાં ખેડૂતો ધાર્મિક આસ્થાને લીધે વડના કારણે લાખોની જમીન જતી કરે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે અચૂક મહાકાળી માતાના મંદિરે દર્શને જતા વડના થડના ભાગમાં મહાકાળી માતાનું મંદિર આવેલું છે. વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે આ મંદિરે અચૂક દર્શન માટે જતા છે. વડાપ્રધાને વડની આસપાસ વિકાસ માટે 4 કરોડ રૂપિયાની જહેરાત કરી હતી. જોકે વહીવટી કારણોસર હજી વડનો વિકાસ થયો નથી. આમ છતાં સ્થાનિકોની માંગણી છે કે વડના આસપાસ વિકાસ થાય તો પ્રવાસીની સંખ્યામાં વધારો થાય અને સ્થાનિકોને રોજગારી મળે.
વડને લીધે સ્થાનિકોને રોજગારી પણ મળી રહે છે વડ માત્ર પ્રાકૃતિક અને ધાર્મિક મહત્વ ઉપરાંત વડને લીધે સ્થાનિકોને રોજગારી પણ મળી રહે છે. વડની આસપાસ 29થી 25 જેટલી નાની મોટી દુકાન અને પાથરણા આવેલા છે, જેના થકી 30થી 40 પરિવારને રોજગારી મળે છે. ખાસ કરીને નાના બાળકો માટે રમકડાં, પૂજાનો સમાન, ખાણીપીણી જેવા નાના નાના વ્યવસાય થકી લોકોને રોજગારી પ્રાપ્ત થાય છે. મહાકાળી માતાનું મંદિર આવેલું હોવાથી દર્શન માટે પણ લોકોની ભીડ હોય છે, પૂનમ અને તહેવારના દિવસમાં હજારોની સંખ્યામાં લોકો દર્શન માટે આવતા હોય છે. જ્યારે વિકેન્ડ શહેરી વિસ્તારમાંથી લોકો ફરવા માટે આવતા હોય છે.
સ્થાનિકોની માંગણી છે કે બાયપાસ રોડ બનાવવામાં આવે વડના મધ્યમાંથી રોડ નીકળે છે જેનાથી વડને નુકસાન પહોંચે છે. સ્થાનિકોની માંગણી છે કે બાયપાસ રોડ બનાવવામાં આવે તો વાહનોનો ધસારો ઓછો થાય જેથી પ્રદુષણ ઘટે અને વડને નુકસાન ઓછું પહોંચે. જોકે સ્થાનિક વહીવટી તંત્રને રજુઆત કરવા છતાં હજી રોડ બાબતે યોગ્ય નિર્ણય લવવામાં આવ્યો નથી.