ભીખાકાકા ના ઘરે પહોંચ્યા ખજુરભાઈ અને તેની ટીમ, જુવો લગ્ન પ્રસંગે હાજરી આપી અને ભીખાકાકા ભેટી પડ્યા….
હાલના સમયમાં તમામ ગુજરાતીઓ ખજૂર ભાઈને ઓળખે છે. તેમની સાથે એક ભીખાકાકા રહે છે. આ દરમિયાન ભીખાકાકાના ઘરે પ્રસંગ હોવાથી ખજુરભાઈ અને તેમની ટીમ આ પ્રસંગમાં હાજરી આપવા માટે ત્યાં પહોંચ્યા હતા.
આ માટે ખજુરભાઈ ભીખાકાકાના કટાર ગામે પોતાની આખી ટિમ સાથે પહોંચ્યા હતા. આ દરમિયાન ખજુરભાઈ અને તેમની આખી ટીમ આ પ્રસંગે હાજરી આપી હતી.
ખજુરભાઈની દરિયાદિલી વિષે અને સેવા ભાવિ સ્વભાવના લીધે તેમની લોકચાહના આખા ગુજરાતમાં જાણીતી છે. ખજુરભાઈ ઘણા ગરીબ લોકોને મકાન અને જીવન જરૂરી વસ્તુઓ પણ આપે છે. તેઓ ગરીબ પરિવારોના બાળકોને તેઓ ચોપડા, પેન, પેન્સિલ જેવી વસ્તુઓ પણ આપે છે.
ખજુરભાઈની સેવા વિષે વાત કરીયે તો તેઓ રસ્તા પર એકસિડેન્ટ થયેલા પશુઓને તેઓ રોડ સાઈડ પર ખાડો ખોદીને દાટે છે. ખજુરભાઈ તેમની સેવા ભાવિ સ્વભાવના લીધે ગુજરાતમાં ઘણી લોક ચાહના ધરાવે છે. તેઓ જે જગ્યાએ ફરવા જાય ત્યાં પણ ડેન પુણ્ય કરે છે.